ભુજ ન.પા.ની ચૂંટણીમાં એક જ નામ ધરાવતા  ઉમેદવારોના કારણે પક્ષની યાદીમાં ભૂલ

ભુજ ન.પા.ની ચૂંટણીમાં એક જ નામ ધરાવતા  ઉમેદવારોના કારણે પક્ષની યાદીમાં ભૂલ

બન્ને ઉમેદવારોના એક જ નામ હોવાના કારણે વોર્ડ બદલી ગયો

ભુજ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભુજ નગરપાલીકાની ચૂંટણીમાં મુખ્ય પક્ષો પૈકી એક પક્ષના ઉમેદવારોની નામાવલી જાહેર થઈ જેમાં વોર્ડ નં.૮ અને ૧૦માં એક જ નામ ધરાવતા ઉમેદવારોના કારણે યાદીમાં ગોટાળો સર્જાયો છે. એક જ નામના બે ઉમેદવારોના નામ યાદીમાં વોર્ડમાં ફેરફાર થઈ જતા પ્રજા પણ મુંજવણમાં મુકાઈ છે કે અમારા વોર્ડમાં ખરેખર કયો ઉમેદવાર ચૂંટણી લડશે.ભુજ ન.પા.ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે એક ચોક્કસ પક્ષની યાદી જાહેર થઈ છે જેમાં વોર્ડ નં.૮ અને વોર્ડ નં.૧૦માં બે ઉમેદવારોના એક જ નામ હોવાના કારણે વોર્ડમાં ફેરબદલી થઈ ગઈ છે. હકિકતે યાદીમાં પ્રસિદ્ધ વોર્ડ ન.૮નો ઉમેદવાર વોર્ડ નં.૧૦માં ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યું છે, પરંતુ એક જ નામના ઉમેદવાર હોતા યાદીમાં છબરડો થયો છે. જોકે, હજુ સુધી આ પક્ષે યાદીમાં ભૂલ છે તેવો ખુલાસો કરી અને સાચા ઉમેદવાર કે જે આ વોર્ડમાંથી લડશે તેવી કોઈ ચોખવટ ન કરતા પ્રજા પણ મુંજવણમાં મુકાઈ છે. પક્ષ સત્વરે તેમની ભૂલ સ્વીકારી અને છબરડો સુધારે તે જરૂરી છે.