ભુજમાંથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ હમીરસર તળાવમાંથી મળ્યો

ભુજમાંથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ હમીરસર તળાવમાંથી મળ્યો

નખત્રાણાના આંબેડકર નગરમાં યુવાને ગળે ફાંસો ખાઈને કર્યો અકળ આપઘાત

ભુજ : શહેરના હમીરસર તળાવમાંથી છેલ્લા બે-ચાર દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ મળી આવતા ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે અકસ્માત મોતનો મામલો દર્જ કરાયો છે. મળતી વિગતો મુજબ 52 વર્ષિય લાભશંકરભાઈ રાજગોર છેલ્લા બે-ચાર દિવસથી લાપતા હતા. ઘરમાં કોઈને કાઈપણ કહ્યા વિના ચાલ્યા ગયા હતા. પરિવારજનોએ તેમની શોધખોળ આદર્યા બાદ ક્યાંયથી પત્તો ન લાગતા અંતે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુમનોંધ નોંધાવાઈ હતી. દરમિયાન મંગળવારે બપોર બાદ તેમનો મૃતદેહ હમીરસર તળાવમાંથી મળી આવ્યો હતો. હમીરસરમાં મામાવાળી પાવડી પાસે કોઈ પુરૂષની લાશ દેખાતા પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે હતભાગીના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢીને પોલીસની મદદથી પી.એમ માટે ખસેડાઈ હતી. બનાવને પગલે ભુજ એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો બનાવ ચોપડે ચડાવી આગળની તપાસ હાથ ધરી છે. હતભાગીએ બીમારીના કારણે કંટાળીને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. બનાવને પગલે હતભાગીના પરિવારજનોમાં શોક સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી.

તો બીજી તરફ નખત્રાણાનાં આંબેડકર નગરમાં રહેતા 35 વર્ષિય યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. નખત્રાણા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી દિપક ગાભાભાઈ ગરવાએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો. હતભાગીના ભાઈ મુકેશ ગરવાએ નખત્રાણા પોલીસ મથકે નોંધાવેલી વિગતો પ્રમાણે હતભાગીની પત્ની ગઈકાલે લગ્ન પ્રસંગે બહાર ગઈ હતી. દરમિયાન યુવાને પોતાના ઘેર ગળે ફાંસો ખાઈને અપાઘાત કર્યો હતો. હતભાગીની 6 વર્ષિય પુત્રી પણ છે. બનાવને પગલે માસુમ બાળકીએ પોતાના પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. તો પરિવારજનોમાં શોકસાથે અરેરાટી વ્યાપી ગઈ હતી.