ભચાઉ વિસ્તારના પાંચ સ્થળોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભચાઉ તાલુકાના માય ગામના ક્રિષ્નાનગર વિસ્તારમાં શ્રી ધનાભાઇ હિરાભાઇ ચાવડાના ઘરથી શ્રી ખીમાભાઇ લખુભાઇ માતાના ઘરને તા.૬/૪ સુધી, ભચાઉ નગરપાલિકાના નવાગામ વિસ્તારમાં શ્રી છગનભાઇ આણંદાભાઇ ડુંગરીયાના ઘરથી શ્રી વેલજીભાઇ જીવણભાઇ શામળીયાના ઘરને તા.૬/૪ સુધી, ભચાઉ તાલુકાના ચોબારી ગામના મોમાયમોરા વિસ્તારમાં શ્રી રાણીબેન લાલજીભાઇ ઢીલાના ઘરથી શ્રી મુકેશભાઇ બીજલભાઇ વરચંદના ઘરને તા.૬/૪ સુધી, ભચાઉ નગરપાલીકામાં દરબારગઢ વિસ્તારમાં શ્રી પ્રહલાદસિંહ મહેન્દ્રસિંહ જાડેજાના ઘરથી શ્રી દેવેન્દ્રસિંહ કે રાણાના ઘર સુધી તા.૬/૪ સુધી, ભચાઉ નગરપાલીકાના નવી ભચાઉ વિસ્તારમાં શ્રી પ્રવિણસિંહ જીલુભા જાડેજાના ઘરથી શ્રી હઠુભા વિક્રમસિંહ જાડેજાના ઘર સુધીને તા.૬/૪ સુધી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભચાઉ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી નિધિ સિવાચ દ્વારા ફરમાવેલ છે.