ભચાઉ પંથકમાં કેબલ-બેટરી ચોરનાર ૪ની ધરપકડ

ભચાઉ : તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરમાંથી કેબલની ચોરી તેમજ જુદા જુદા સ્થળેથી બેટરીઓ ચોરનાર ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ર.૪૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.ભચાઉ તાલુકાના નેર, કુંભારડી સહિતના ગામોમાં સીમ વિસ્તારમાં ખેતરોમાંથી કેબલની ચોરી થઈ હતી. જે બનાવ પોલીસ ચોપડે ચડ્યો હતો. કેબલ અને બેટરી ચોરીના બનાવોનો ભેદ ઉકેલીને પોલીસે રાજુ કાંતિ દેવીપૂજક, પ્રતાપ ઝીણા દેવીપૂજક, મહેબુબ ફરીઝ શેખ અને જગદીશ રતુ દેવીપૂજકની ધરપકડ કરાઈ હતી. આરોપીઓ પાસેથી ૧૪૦ મીટર વાયર, ર૦ બેટરી ૩૦ કિલા તાંબુ અને એક રીક્ષા મળીને કુલ ર,૪૧,પ૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આરોપીઓની પૂછતાછમાં પાંચ ગુનાના ભેદ ઉકેલાયા હતા.