ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખ પદે મઘીબેન વાવિયાની વરણી

0
39

ઉપપ્રમુખ પદે ભરતસિંહ જાડેજા, કારોબારી ચેરમેન પાર્વતીબેન હમીરભાઈ, સાસક પક્ષના નેતા સભીબેન સંઘાર તેમજ દંડક પદે દેવરાજભાઈ પટેલ વરાયા 

ભચાઉ : આજરોજ ભચાઉ તાલુકા પંચાયત કચેરી મધ્યે ભચાઉ તાલુકા પંચાયત સીટના પ્રભારી તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ત્રિકમભાઈ છાંગાએ ઉમેદવારોને હોદ્દેદારો તરીકેના મેન્ડેટ આપ્યા હતા. જેમાં પ્રમુખ પદે આધોઈ-૧ સીટના વિજેતા મઘીબેન ગોપાલભાઈ વાવિયાની પ્રમુખ પદે વરણી કરાઈ હતી, જ્યારે ઉપપ્રમુખ પદે ભરતસિંહ નટુભા જાડેજા, કારોબારી ચેરમેન તરીકે પાર્વતીબેન હમીરભાઈ વરચંદ, સાસક પક્ષના નેતા પદે સભીબેન ગોપાલભાઈ છાંગા તેમજ દંડક તરીકે દેવરાજભાઈ ખીમજીભાઈ પટેલની વરણી કરાઈ હતી.  આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ અરજણભાઈ રબારી, વિકાસભાઈ રાજગોર, ઉમિયાશંકર જોષી, વાઘજીભાઈ છાંગા, ગોપાલભાઈ છાંગા, આઈ.જી.જાડેજા, રાજુભા જાડેજા, ગંભીરસિંહ જાડેજા, રણછોડભાઈ વાવિયા, પરબતભાઈ આહિર, નારણભાઈ આહિર, રાજાભાઈ મણોદરા સહિત તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટાયેલા હોદ્દેદારોને મુળજીભાઈ મણોદરા, લક્ષ્મીચંદ ચરલા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ અભિનંદન આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૪પ વર્ષ બાદ આધોઈને તાલુકા પંચાયત પ્રમુખ પદનું હોદ્દો પ્રાપ્ત થયો છે. ઉપરાંત ખડીર વિસ્તારને પણ કારોબારી ચેરમેન પદ અપાતા વાગડ વિસ્તારના બધા સમુદાયને આવરી લેવાયા હતા.