ભચાઉની ધરા ૩.૧ અને ર.૩ની તીવ્રતાના કંપનથી ધ્રુજી

મુંદરાથી ર૪ કિ.મી.ના અંતરે પણ મધરાત્રે ર.૭નો આંચકો નોંધાયો

ભુજ : વાગડ વિસ્તારની ધરા અવાર નવાર હળવા ભારે કંપનોથી ધ્રુજતી હોય છે. તેવામાં ભચાઉ નજીક ગત રાત્રે અને આજે બપોરે બે કંપનો નોંધાયા હતા. તો મુંદરાથી ર૪ કિ.મી.ના અંતરે પણ મધરાત્રે ૧ર વાગ્યાના અરસમાં ર.૭ની તીવ્રતાનું કંપન અનુભવાયું હતું. ગુજરાત સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર ગાંધીનગર ખાતેથી પ્રાપ્ત વિગતો મુજબ ભચાઉ અને મુંદરાની ધરા ભૂકંપના આંંચકાઓથી ધ્રુજી ઉઠી હતી. ગત રાત્રે આઠેક વાગ્યાના અરસામાં ભચાઉથી ૧૪ કિલોમીટરના અંતરે ૩.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તો આજે બપોરે ૧૧ઃપ૦ કલાકે ભચાઉથી રર કિલોમીટરના અંતરે ર.૩ની તીવ્રતાનો કંપન અનુભવાયો હતો. તો ગત રાત્રે બારેક વાગ્યાના અરસામાં મુંદરાથી ર૪ કિલોમીટરના અંતરે ર.૭ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.