ભચાઉના લલીયાણામાં પરિણીતાએ ભુલથી પાકમાં છાંટવાની દવા પીધી


ભચાઉ : તાલુકાના લલીયાણા ગામે રપ વર્ષિય પરિણીતા શીતલબેન રમેશભાઈ કોલીએ ભુલથી પાકમાં છાંટવાની દવા પી જતા સામખિયાળીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે. ભોગગ્રસ્તના પતિ રમેશ રામજી કોલીએ પોલીસમાં લખાવેલી કેફિયત મુજબ તેની પત્નીએ પોતાના ઘેર ભૂલથી પાકમાં છાંટવાની દવા પીધી હતી. ભોગગ્રસ્તના લગ્નને પાંચ વર્ષનો સમયગાળો થયો છે અને સાસુ – સસરા સાથે રહેતી હોવાનું પોલીસ મથકેથી જાણવા મળ્યું હતું.