ભચાઉમાં દારૂના કટીંગ સમયે પોલીસ ત્રાટકી : ૪૬,૮૦૦નો શરાબ જપ્ત

ભચાઉમાં દારૂના કટીંગ સમયે પોલીસ ત્રાટકી : ૪૬,૮૦૦નો શરાબ જપ્ત

કરમરીયાથી લાખાવટ જતા રસ્તાની બાજુમાં ખેતરમાં કરાઈ હતી રેડ : બે આરોપી સામે નોંધાયો ગુનો

ગાંધીધામ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા કચ્છમાં પોલીસ દ્વારા ઉપરાછાપરી શરાબનો જથ્થો કબજે કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે સામખિયાળી અને અંજારમાં પોલીસે દારૂ ઝડપ્યા બાદ આજે ભચાઉમાં પોલીસે અંદાજીત અડધા લાખનો દારૂ કબજે કર્યો છે. જોકે, બે આરોપી નાસી છૂટતા ફરિયાદ નોંધાઈ છે. ભચાઉ તાલુકાના કરમરીયાથી લાખાવટ જતા રસ્તાની બાજુમાં ખેતરમાંથી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આરોપી કરશન રણછોડ કોલી (રહે. મનફરા)ના કબજાની મારૂતી સુઝુકી કમ્પનીની સ્વિટ ગાડી નં. એમએચ૦ર-એયુ-પ૧૪૮મા તપાસ કરતા વિદેશી દારૂની ૧ર૦ બોટલો કિંમત રૂા.૪ર હજાર તેમજ બીયરના ૪૮ ટીન કિંમત રૂા.૪૮૦૦ પ્રોહિબિશન મુદ્દામાલ મળી આવ્યો હતો. દોઢ લાખની કારમાં પ્રોહિબિશન મુદ્દામાલ રાખી હેરાફેરી દરમિયાન આરોપી કરશન નાસી છૂટ્યો હતો. જ્યારે મનજી કરશન કોલીએ વિદેશી દારૂનો જથ્થો આપ્યો હોવાની વિગતો સપાટી પર આવતા બન્ને સામે ભચાઉ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.