ભંગાર કારના ગેરકાયદે વેપલાના ખુલાસા ટાંકણે સુચક ઈશારો : અંજાર-ગાંધીધામમાં ભંગારના વાડાઓને ડામો : તો તસ્કરી-ચોરીની ઘટનાઓમાં આવશે કાપ..!

ગાંધીધામ પટ્ટામાં અનેક ભંગારના વાડાવાળા છે સક્રીય : પેરાજ જેવા ભંગારવાડાના માલિક તો ફાટીને ચડયા છે ફુલેકે : અનાજ-કેમીકલ સહિતની કોઈ પણ ચોરીની-બેનામી ચીજવસ્તુઓ પેરાજના વાડામાં લાવો, પોલીસ-ખાખીથી તેની રીતસરની છે પાર્ટનરશીપ, ખાખી મારો વાળ પણ વાંકો ન કરી શકોના પેરાજ ઉચ્ચારી રહ્યો છે ખોખારા : સમ ખાવા પુરતી અથવા તો હપ્તા જયાંથી ન મળે તેવા ભંગારના વાડાઓની સામે નામ પુરતી કડકાઈ કરવાના બદલે સામુહીક ઝુંબેશરૂપ કડક કાર્યવાહી કરી દેખાડો તે જરૂરી

ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના એક એવા દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ કંડલામાં અનેકવિધ ચીજવસ્તુઓની આયાત-નિકાસ કરવામાં આવી રહી છે પરંતુ અહીથી આ વસ્તુઓ વાહન મારફતે હેરફેર કરતી વખતે રીતસરની ચોર-તસ્કર ટોળકીઓ તેની ચોરી કરી લેતી હેાવાની કેટલીય ઘટનાઓ સામે આવી છે અને આવી ચોરાઉ ચીજવસ્તુઓ અહી વકરેલ ભંગારના વડાઓમાં જ બેખોફીથી જ સંગ્રહમાં આવી જતી હોવાનુ મનાય છે. હાલમાં અંજારમાંથી પોલીસે આવા જ એક ભંગારના વાડા માલકીને કન્ડમ કારના ચેસીસ-એન્જીનનંબર વેચવાના એક આયોજનબદ્ધ કારનામા પરથી પડદો ઉચકી દીધો છે.અંજાર પોલીસે આયોજનબદ્ધ ચાલતા આ કૌભાંડ પરથી પડદો ઉઠાવયો છે તયારે જાણકારો કહે છે કે, અંજાર પટ્ટામા જ આવાતો બીજા કેટલાય ભંગારના વાડાઓ આવેલા છે તો વળી ગાધીધામ પટ્ટામા પણ ભંગારના વાડાઓ આ જ રીતે બેખોફીથી ધમધમી જ રહ્યા હોવાનુ કહેવાય છે.ગાંધીધામ પટ્ટામાં તો પેરાજ નામનો ભંગારના વાડાનો સચાલક બેરોકેટોક કોઈ પણ પ્રકારની આધાર-પુરાવા વિનાની શંકાસ્પદ વસ્તુઓ કે ચોરીની વસ્તુઓ તેના વાડામાં લાવવા ખુલ્લેઆમ કહી રહ્યો છે.

આ શખ્સ કેટલો ફાટીને ફુલેકે ચડી ગયો છે કે, પોલીસ તેનો વાળ પણ વાંકો નહી કરી શકે, તે તો બધાના ગજવા ગરમ જ કરી રહ્યો હોવાનુ ખુલ્લેઆમ કહેતો ફરે છે. ભંગારના વાળાઓમાં કાયદાને પડકાર આપતી અનેક પ્રવૃતીઓ સતત થતી જ રહેતી હોય છે.

ખાખીધારીઓ અને કાયદાના રક્ષકોથી આ વાત અજાણ હોઈ જ ન શકે છતા પણ કાર્યવાહી થતી ન હોવાથી ખાખીધારીઓ પણ અમુલ પલળેલા આવા ભંગારના વાડાઓમાં જાણે કે રીતસરની ભાગબટાઈ જ ધરાવતા હોય તેવી ચર્ચા પણ તેજ બની રહી છે. અંજાર-ગાંધીધામાં આવેલા આવા ભંગારના વાડાઓને ડામવામાં આવે તો ચોરી-તસ્કરી પર પણ આપોઆપ જ કાપ આવી જાય તેમ છે. કારણ કે સંકુલમાં થતી ચોરીની મોટાભાગની વસ્તુઓ આવા જ ભંગારના વાડાઓમાં સંગ્રહી દેવામા આવતી હોય છે અને ત્યાથી વેચવામાં પણ આવતી રહે છે. અંજાર પોલીસે કાર્યવાહી કરી દેખાડી છે ત્યારે હવે ગાંધીધામ પેાલીસ પણ આવા ભંગારના વાડાઓ પર સરપ્રાઇજ ચેકીંગ કરીને ધોંષ બોલાવતી કડક કાર્યવાહી કરશે કે કેમ? તે તરફ મીટ મંડાયેલા છે.