બોલિવૂડ સિંગર અરિજીત સિંહની માતાનું કોરોનાના કારણે થયું અવસાન

મુંબઈ,તા.૨૦ બોલિવૂડમાં પોતાના જાદુઈ અવાજથી લોકોના દિલ પર રાજ કરનાર પ્રખ્યાત ગાયક અરિજીત સિંહ પર આજે ખૂબ દુખની ઘડી આવી છે. કારણ કે સિંગરની માતાનું અવસાન થયું છે. તે કોરોના પોઝિટિવ હતી. કોરોનાને કારણે તેમની તબિયત સતત બગડતી હતી, ત્યારબાદ તેમને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં આજે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ૬ મેના રોજ અભિનેત્રી સ્વસ્તિકાએ સિંગરની માતા માટે બ્લડ ડોનરની માંગ કરી હતી, ત્યારબાદ સામે આવ્યું હતું કે સિંગર અરિજીત સિંહની માતા બીમાર હોવાનું બહાર આવ્યું હતું. સિંગરની માતાના અવસાનને પગલે સમગ્ર બોલિવૂડમાં શોકનું મોજુ છે. એક અહેવાલ મુજબ ગુરુવારે ૨૦ મે સવારે અરિજીત સિંહની માતા બીમાર પડી હતી તેણે ૧૧ વાગ્યે અંતિમ શ્વાસ લીધા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે થોડા દિવસોથી ઈઝ્રસ્ર્ં પર હતી અને તેની હાલત નાજુક હતી. લાખ પ્રયત્નો કર્યા પછી પણ ડોક્ટરો તેમને બચાવી શક્યા નહીં. ‘દિલ બેચારા’ ફેમ અભિનેત્રી સ્વસ્તિકા મુખર્જીએ ટ્‌વીટ લખ્યું હતું, ગાયક અરિજીત સિંહની માતા બીમાર છે અને તેમને એ- બ્લડની જરૂર છે. લોકોને તેમના ગીતોથી આકર્ષનાર પ્રખ્યાત ગાયક અરિજીત સિંહે બોલિવૂડના ઘણા સુપરહિટ ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. રિયાલિટી શો ‘ફેમ ગુરુકુલ’ બાદથી લાઈમ લાઈટમાં આવનાર સિંગર અરિજીત સિંહને ‘આશિકી ૨’ ગીતથી ઓળખ મળી હતી.