ઈલેકટ્રીક થાંભલાના ખાડા ખોદવા જતી વેળાએ સામેથી આવતા ટ્રેકટરને બચાવવા જતા સર્જાઈ કરૂણાંતિકા : પોલીસે શરૂ કરી છાનબીન

 

 રાપર : તાલુકાના બેલા અને બાલાસર માર્ગે ટ્રેકટર પલટી મારી જતાં તેમાં સવાર યુવાન ઉપર ટાયર ફળી આવતા ઘટના સ્થળે કાળ ભેટી ગયો હતો. જયારે ચાલકને ઓછીવતી ઈજાઓ થવા પામી હતી.

બાલાસર પોલીસ મથકના તપાસનીશ પીએસઆઈ આર.ડી. ગોજીયાના રાઈટર અમરશીભાઈ મોરીએ વિગતો આપતા જણાવેલ કે, જીવલેણ અકસ્માતનો બનાવ ગઈકાલે સવારે સાડા દસ વાગ્યાના અરસામાં બનવા પામ્યો હતો. મૂળ રાજસ્થાન હાલે વિસાસરવાંઢ બેલા તા. રાપર રહેતા ભરતસિંહ અમરસિંહ રાવત (ઉ.વ. ર૮) તથા દિલીપસિંહ અમરસિંહ રાવત (ઉ.વ. રર) બંને જણા ઈલેકટ્રીક થાંભલા ઉભા કરવા માટે ખાડા ખોદવા ટ્રેકટરલઈને જતા હતા, ત્યારે બેલા અને બાલાસર વચ્ચે સામેથી આવતા ટ્રેકટરને બચાવવા ટ્રેકટર ચાલક ભરતસિંહ રાવતે ટ્રેકટરને સાઈડમાં લેવા જતા રોડની બાજુમાં ખાડામાં ઉતરી ટ્રેકટર પલટી મારી ગયેલ જીવ બચાવવા માટે ટ્રેકટર પર સવાર દિલીપસિંહ રાવતે ટ્રેકટર પરથી કુદકો મારતા અને તેના ઉપર જ ટ્રેકટરનું વ્હીલ ફરી વળતાં ગંભીર ઈજાઓ થતાં સારવાર નસીબ નિવડે તે પહેલા જ મોત આંબી ગયું હતું. જયારે ટ્રેકટર ચાલક ભરતસિંહ રાવતને ઓછીવતી ઈજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરાતા ટ્રેકટર ચાલક સામે બેદરકારી પૂર્વક ટ્રેકટર ચલાવી પલટી ખવડાવવી દિલીપસિંહ રાવતનું મોત નિપજાવવા બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત થતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here