બેફામ નિવેદન કરનાર ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ

(જી.એન.એસ.)દહેરાદૂન,ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત કોરોના પોઝિટિવ આવ્યા છે. સોમવારે ટિ્‌વટ કરી તેમણે આ અંગે જાણકારી આપી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમણે પોતાને આઇસોલેટ કરી લીધા છે.
તીરથ સિંહ રાવતે સોમવારે સવારે ટિ્‌વટ કરી જાણકારી આપી કે, મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું સારો છું અને મને કોઇ મુશ્કેલી નથી. ડોક્ટર્સની દેખરેખમાં મેં પોતાને આઇસોલેટ કરી લીધો છે. તમારામાંથી જે લોકો પણ છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા છો, તેઓ સાવધાની રાખે અને પોતાની તપાસ કરાવે.
ઉલ્લેખનીય છે કે, તીરથ સિંહ હાલમાં જ કુંભમાં પણ સામેલ થયા હતા અને તેમમે સંતો સાથે પૂજામાં પણ ભાગ લીધો હતો. સાથે જ રવિવારે તેમણે એક ખેલ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો.થોડા સમય અગાઉ ઉત્તરાખંડના મુખ્યમંત્રીનો પદભાર સંભાળનારા તીરથ સિંહ રાવત સતત ચર્ચામાં રહે છે. મહિલાઓના કપડાંને લઇને નિવેદન હોય કે પછી પીએમ મોદીની ભગવાન રામ સાથે સરખામણી કરવી, તીરથ સિંહ રાવતના નિવેદનોએ ખૂબ ચર્ચા જગાડી હતી.