બેદરકારી ન રાખતા સમયસર રસી લેવી દરેકના હિતમાં – સ્મીતા ઠાકર

આજની આ પરિસ્થિતિમાં રસી ખુબ જ જરૂરીછે. કોરોનાને મ્હાત આપવી હશે અને આજની આ પરિસ્થિતિને કાબુમાં લેવી હશે તો રસી લેવી જ પડશે તેવું નિષ્ણાંતો પણ જણાવી રહયા છે ત્યારે રસીકરણમાં વધુને વધુ લોકો આગળ આવે અને રસી લે તેમજ અન્વયે પણ લેવાડાવે તે ખુબજ જરૂરી છે તેવું ભુજના સ્મીતા ઠાકરનું કહેવું છે.
ભુજમાં વ્યાયામશાળા ખાતે રસીનો બીજો ડોઝ લેતા સ્મીતા ઠાકર જણાવે છે કે, રસી ખુબજ જરૂરી છે જેથી સમયસર રસી લઇ લેવી જ હિતાવહ છે. આપણી બેદરકારી આપણને તો નુકશાન પહોંચાડશે છે પરંતુ સાથે સાથે આપણા પરિવારજનોને તેમજ અન્યને પણ નુકશાન પહોંચાડશે જેથી વિલંબ ન કરતાં રસી જરૂરથી લઇ લઇએ.