બુઢારમોરામાં હાથ ઉછીના રૂપિયાની માંગણીના મનદુઃખે મારામારી

અંજાર : તાલુકાના બુઢારમોરામાં હાથ ઉછીના અપાયેલા નાણાની માંગણી કરતા મારામારી થઈ હતી. ઉછીના પૈસાની માંગણી કરતા આરોપીએ યુવાન પર છરી વડે હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા દુધઈ પોલીસે ગુનો નોંધ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ દુધઈ પોલીસ મથકે ફરિયાદી અરૂણકુમાર જ્વાલાપ્રસાદ મીશ્રાએ રીતીક રોશન જગન્નાથ સીંગ વિરૂદ્ધ ફરિયાદ નોધાવી હતી. આરોપીએ ફરિયાદીના સાહેદ ચંદન શર્મા પાસેથી હાથ ઉછીના રૂપિયા લીધા હતા, જેની સાહેેદે માંગણી કરતા આરોપીએ ચંદન શર્માના ખભાના ભાગે તેમજ પીઠના ભાગે છરી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવને પગલે દુધઈ પોલીસે ગુનો નોંધતા પીએસઆઈ પી. કે. ગઢવીએ આગળની તપાસ હાથ ધરી છે.