બિહારમાં પોલીસકર્મીની હત્યા કરનાર આરોપી કચ્છથી ઝડપાયો

ભુજ : બિહારના સીતામઢી જિલ્લાના મેજરગંજ પોલીસ સ્ટેશનના દરોગાને બંદુકની ગોળીએ દઈ હત્યા નિપજાવનાર આરોપીને સીતામઢીના સહિયારા થાણાની ટીમે કચ્છમાંથી આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.
મેજરગંજના કુંવારીમદન ગામે ગત ર૪મી ફેબ્રુઆરીએ બુટલેગરો સાથેની મુઠભેડમાં દારોગા દિનેશરામને બંદુકની ગોળીઓ મારીને હત્યા નિપજાવવામાં આવી હતી. પોલીસ ગેરકાયદેસર રીતે શરાબના વેપલાની કાર્યવાહી માટે ગઈ હતી તે દરમ્યાન બનેલી ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ હત્યાકેસમાં ત્યાંથી નાસીને કચ્છમાં રહેતા શીવમસિંહ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.