બિમારી ના થાય એવી રસી તો લેવી જ જોઇએ – નવીનભાઇ કસ્તા

ચા ની કીટલી ઘરાવતા માંડવીના ૬૧ વર્ષિય નવીનભાઇ કસ્તાએ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ માંડવી ખાતે કોવીશીલ્ડ રસી મુકયા બાદ જણાવ્યું હતું કે, “ કોરોનાની બિમારી ના થાય એવી રસી તો લેવી જ જોઇએ.”

દીવાદાંડી વિસ્તારમાં રહેતા કસ્તા દંપતી સાથે કોવીશીલ્ડ રસી લઇને  બેઠાં હતા અને તેઓ જણાવે છે કે, ગઇકાલે મારા પાડોશીઓ રસી લઇ આવ્યા અને આજે અમે અહીં રસી મુકાવી બેઠાં છીએ. ફરી બે માસ પછી રસી લેવા આવીશું. તાલુકા હેલ્થ ઓફિસર ડો.કૈલાશપતિ પાસવાને પણ આ દંપતીને રસી બાબતે પૃચ્છા કરી હાલચાલથી માહિતગાર થયા હતા.