બિદડાના રહેવાસીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ

માંડવી : બિદડા – તલવાણા રોડ પર સમાધાન માટે બોલાવવામાં આવતા શખ્સ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા માંડવી પોલીસ સ્ટેશને પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. માંડવી પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ આરોપી નવિન કારા સંઘાર (ઉ.વ.૩૮) (રહે. બિદડા) પોતાના ઉપર દાખલ ગુના અંગે ફરિયાદી સાથે સમાધાન માટે ફરિયાદીના સાળા શિવજી દેવા સંઘારને બિદડા-તલવાણા રોડ પર બોલાવીને ફરિયાદી અને તેની પત્ની તેમજ પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદી વિજય ઉર્ફે કનૈયા શંકર સંઘાર દ્વારા માંડવી પોલીસ સ્ટેશને ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.