બાગાયતમાં આઇ ખેડુત પોર્ટલ અરજી માટે ખુલ્લુ મુકાયુ

૧૫/૦૭/૨૦૨૧ સુધીઅરજી કરી શકાશે

ભુજ : નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી કચ્છ-ભુજ દ્વારા કચ્છ જીલ્લાના રોડ સાઇડ પર ખુલ્લી જગ્યામાં ફળ, શાકભાજી તથા નાશવંત કૃષિ પેદાશો વેચનારા નાના વ્યવસાય કારોને જણાવવામાં આવે છે કે બાગાયત ખાતા દ્વારા ફળ, ફુલ, શાકભાજી તથા નાશવંત કૃષિ પેદાશ વિક્રેતાને વિનામુલ્યે છત્રી મળવાપાત્ર છે. આનાથી રોડ સાઇડ પર ખુલ્લી જગ્યામાં ફળ, શાકભાજી તથા નાશવંત કૃષિ પેદાશો વેચનારા નાના વ્યવસાય કારોને ગરમી, ઠંડી વરસાદથી રક્ષણ મળશે.આ માટેની અરજીમાં સાધનીક પુરાવા તરીકે આધાર કાર્ડની નકલ તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે જે તે સેજાના ગ્રામ સેવક/ તલાટીનો ફળ, ફુલ, શાકભાજી તથા નાશવંત કૃષિ પેદાશોનું છુટક વેચાણ કરતા હોવા અંગેનો દાખલો તેમજ શહેરી વિસ્તાર માટે ગુજરાત અર્બન લાઇવલીહુડ મીશન દ્વારા ઇસ્યુ કરેલ ફલ, ફુલ, શાકભાજી કે નાશવંત કૃષિ પેદાશોનું છુટક વેચાણ કરતા હોવા અંગેનુ ઓળખપત્ર/ દાખલો છે. વિશેષ વિગતો માટે જરૂર જણાયે જિલ્લાની બાગાયતી કચેરીનો સંપર્ક કરવો.

વધુમા જણાવવાનુંકે અરજી https://ikhedut.gujarat.gov.in પરથી તા. ૦૬/૦૬/૨૦૨૧ થી ૧૫/૦૭/૨૦૨૧ સુધી કરી શકાશે તેમજ અરજી કર્યા બાદ સાધનીક પુરાવા સાથે “ નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં -૩૨૦, બીજો માળ, બહુમાળી ભવન, ભુજ ના સરનામે વહેલી તકે મોકલી આપવા જણાવવામાં આવે છે.