બાગાયતમાં આઇ ખેડુત પોર્ટલ અરજી માટે ખુલ્લુ મુકાયું

બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે કેળ (ટીશ્યુ)નું વાવેતર, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, કાજુ તેમજ અન્ય ફળપાકોના પ્રોસેસીંગના નવા યુનીટો, ઘનીષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે, કાચા મંડપ ટામેટા-મરચા અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ, વેલાવાળા શાકભાજીના પાકા મંડપ, સરગવાની ખેતીમાં સહાય, કટ ફ્લાવરની ખેતી, પાવર ટીલર, મીની ટ્રેક્ટર, સ્વયં સંચાલીત બાગાયતી મશીનરી, પાવર નેપસેક સ્પ્રેયર, ઇકો ફ્રેંડલી લાઇટ ટ્રેપ, વર્મી કમ્પોસ્ટ-સેંદ્રીય ઉત્પાદન એકમ યુનીટ, મધમાખી સમુહ, મધમાખી કોલોની પ્લાસ્ટીક આવરણ, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેંટ અંતર્ગત વિવિધ યોજનાઓ જેવી કે કોલ્ડ સ્ટોરેજ, કોલ્ડ રૂમ, રાઇપનીંગ ચેમ્બર, પેક હાઉસ (૯*૬ મી.), પેકીંગ મટીરીયલ સહાય, રક્ષીત ખેતીના વિવિધ ઘટકો વગેરે જેવા વિવિધ ૯૨ ઘટકોમાં સરકારી ધોરણે સહાય મળવાપાત્ર છે. વિશેષ વિગતો માટે જરૂર જણાયે જિલ્લાની બાગાયતી કચેરીનો સંપર્ક કરવો. વધુમા જણાવવાનુંકે અરજી https://ikhedut.gujarat.gov.in પરથી તા.૧૫/૬/૨૦૨૧ સુધી કરી શકાશે તેમજ અરજી કર્યા બાદ સાધનીક પુરાવા જેવાકે ૭-૧૨, ૮-અ, આધાર કાર્ડ, બચત બેંક ખાતાની પાસબુક વગેરે જેવા પુરાવા સાથે “નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં-૩૨૦, બીજો માળ, બહુમાળી ભવન, ભુજના સરનામે વહેલી તકે મોકલી આપવા નાયબ બાગાયત નિયામક, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.