બન્ની વિસ્તારને હરિયાળો અને ખેતી લાયક કરવા વન વિભાગ હસ્તકની બન્નીની જમીન તરફથી પાઇપ લાઇનના અટકાવેલ કામને સત્વરે શરૂ કરવું ખૂબ જરૂરી – ડૉ. નીમાબેન આચાર્ય

0
131

આજ રોજ વિધાનસભાના અધ્યક્ષશ્રી ડો. નીમાબેન આચાર્યએ પાણી પુરવઠા અને પશુપાલન વિભાગના લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે વન અને પર્યાવરણ મંત્રીશ્રી તથા સંબંધિત વિભાગના અધિકારી સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સચિવ અને મંત્રી સ્તરે બેઠક યોજી હતી, તેમાં પાણી પુરવઠાની “નલ સે જલ” યોજના તેમજ ભુજ તાલુકાના ઝુરા ગામ નજીક કાયલા ડેમ સાઇટથી દૂર કાયલા-ર નાની સિચાઇ યોજના શરૂ થવા અંગે રૂ।.૩૧૦ લાખના ખર્ચે મંજૂર થયેલ કાઢવાંઢ બંધારા દ્વારા જમીનનું ધોવાક અટકાવવા અંગે તેમજ બન્ની વિસ્તારને હરીયાળો અને ખેતી લાયક બનાવવા તેમજ પશુઓના ધાસચારા માટે બન્ની પ્રદેશના વિકાસ અંગે સવિસ્તાર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવેલ હતી,

રાજયનું કોઇ ગામ, વિસ્તાર કે પરિવાર પીવાના પાણીની સુવિધાથી વંચિત ન રહી જાય તેવા ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવેલ રાજય સરકારની “નલ સે જલ” યોજનાનો કચ્છ જીલ્લામાં અસરકારક અમલ થાય તે માટે વન વિભાગના સ્થાનિક અધિકારીઓ દ્વારા અટકાવવામાં આવેલ પાઇપલાઇનનું કામ વન વિભાગ અને પાણી પુરવઠા વિભાગના પરામર્શમાં રહી પ્રજાના હિતમાં શરૂ કરવામાં આવે તે માટે સચિવ અને મંત્રી સ્તરની તબકકાવાર બેઠકો યોજીને પાણી પુરવઠાની પાઇપલાઇનના અટકાવેલ કામને તાકીદે મંજૂરી આપવા વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ અનુરોધ કર્યો હતો અને તેના થકી બન્ની વિસ્તારના નાગરિકોમાં લાંબા સમયથી પડતર રહેલ આ બાબત ઉકેલાશે તેવી આશા જાગી છે અને તે પ્રત્યે સંતોષ અને આનંદની લાગણી વ્યકત કરેલ છે.

– ભુજ તાલુકાના જીરા ગામથી આશરે ૬.૦૪ કિ.મી. દૂર હેઠાવાસમાં વન વિભાગ દ્વારા NOC ન આપવાના કારણે લાંબા સમયથી પડતર રહેલ કાયલા-ર નાની સિંચાઇ યોજના સિંચાઇ તેમજ આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા માટે તથા પશુપાલન પ્રવૃતિ માટે અને પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે કાયલા-ર નાની સિંચાઇ યોજનાનું બાંધકામ તાકીદે શરૂ કરવા વિધાનસભાના અધ્યક્ષશ્રી ડો. નીમાબેન આચાર્યએ મંત્રી સ્તરે બેઠક યોજીને આ સમસ્યાનો હલ લાવવા તાકીદ કરી હતી. ભુજ મત વિસ્તારની ગ્રામીણ જનતાને તેનો વ્યાપક લાભ મળશે તેવી આશા તેમણે વ્યકત કરેલ હતી.

– રૂ।.૩૧૦ લાખ જેટલી માતબર રકમ ખર્ચીને મંજૂર થયેલ કાઢવાંઢ બંધારાથી ખાવડા વિસ્તાર ખાતે આવતું પાણી રોકાશે. ચોમાસામાં પાણી મળતા લોકોના સ્થળાંતરનો પ્રશ્ન ઉકેલાશે તથા જમીનની ખારાશ આગળ વધતી અટકાવી શકાશે. આ કામ માટે સચિવ તથા મંત્રીશ્રી સ્તરની બેઠક યોજીને વન વિભાગ દ્વારા તાત્કાલિક NG અપાઈ જાય અને કચ્છની જનતાને આ સિંચાઇ યોજનાનો લાભ મળે તે માટે વિધાનસભાના અધ્યક્ષ ર્ડા. નીમાબેન આચાર્યએ આ દિશામાં કાર્યવાહી માટે પહેલ કરતા ભુજ મત વિસ્તારના નાગરિકોમાં સંતોષ અને આનંદની લાગણી વ્યાપેલ છે. આ યોજનાથી ખેડૂતો, પશુપાલકો તથા મોટાભાગની ગ્રામીણ જનતાને લાભ મળશે તેમ તેમણે જણાવ્યું હતું.

બન્ની વિસ્તારનો મોટો પ્રદેશ વ્યાપક રીતે પશુપાલકો અને પશુ જૈવિક ઉત્પાદનના વ્યવસાયકારો સાથે સંકળાયેલ હોઇ ઘાસ માટેનો પ્રોજેક્ટ રિવાઇઝ કરીને મૂકવામાં આવે તો માત્ર બન્ની વિસ્તારને જ નહીં પરંતુ સમગ્ર કચ્છ પાકને ઉચ્ચ ગુણવત્તા સભર ઘાસચારો પૂરા પાડી શકાય તેવો આશાવાદ આજ રોજ વિધાનસભાના અધ્યક્ષ ર્ડા. નીમાબેન આચાર્યએ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ વિસ્તાર હાલમાં બાવળીયાથી છવાયેલી છે. એટલે ગામથી દૂર ખરાબાની જમીનો માઇલો સુધી પથરાયેલ છે. આ સંબંધે ગૌચર ડેવલપમેન્ટ કરતી સમસ્ત મહાજન સંસ્થાની સાથે સુયોગ્ય સંકલન તેમજ મુંદ્રા અને માડવી તાલુકાના સરપંચશ્રીઓ રાથે જરૂરી પરામર્શ કરવામાં આવે તો બન્નીના ધાસીયા વિસ્તારોનો મહ્દ અંશે વિકાસ સાર્ધીને પશુઓ અને માલધારીઓનું કચ્છમાંથી મોટા પાયે થતું સ્થળાતર રોકી શકાશે અને આ સરહદી પ્રાંતને વ્યયસાયિક અને આર્થિક દ્રષ્ટિએ જીવંત રાખી શકાય તેમ તેમણે ભારપૂર્વક જણાવેલ હતું. પશુપાલકો અને માલધારી જનતાના હિત સદવે નજર સમક્ષ રાખતા વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ આ અંગે કેબિનેટ મંત્રીશ્રી વન અને પર્યાવરણ અને સચિવ સ્તરની તબકકાવાર બેઠકો યોજીને આ પ્રશ્નનો હકારાત્મક, ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો.