બન્નીમાં પાણીની તંગી : શું ભ્રષ્ટ અધિકારીઓ પાણી વેચાતું આપે છે

ભુજ : બન્નીના અનેક ગામડાઓમાં પાણીની તંગી છેે. અબડાસા વિધાનસભા લડી ચૂકેલા અને જાણીતા સામાજિક કાર્યકર યાકુબ મુતવાએ પાણી પુરવઠા વિભાગ ઉપર ગંભીર સવાલો ઉભા કર્યા છેે. યાકુબ મુતવાએ જણાવ્યું કે ભીંરડીયારાથી કરી છેક હોડકો અને ત્યાંથી આગળ પણ હોટલોમાં ગેરકાયદેસર કનેક્શન છે અને પાણી ગામડાઓને નથી મળતું મને એવું લાગે છે કે પાણી પૂરવઠાના અમૂક અધિકારીઓ ત્યાં પાણી વેચે છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. નહીં તો ગેરકાયદેસર કનેકશન કાપવામાં પાણી પુરવઠા વિભાગને શરમ કોની પડે છે ?આઝાદીના ૭૦ વર્ષ પછી પણ પાણી માટે માંગ અને રજુઆત કરવી પડે તો સિસ્ટમ વ્યવસ્થાને શરમ આવી જોઈએે. બન્ની વિસ્તારમા વધુ માલધારી લોકો રહે છે માલધારીઓના કહેવાતા સંગઠનો પણ પાણી માટે મજબૂતીથી અવાજ ઉપાડી નથી શકતા એવા સવાલ પણ જાગૃત યાકુબ મુતવાએ કરી રહ્યા છે. આઝાદીના ૭૦ વર્ષ પછી પણ લોકોને જાતે કુવા ખોદી અને પાણી કાઢવું પડે છે અને તંત્ર
પાણી ન પહોચાડી શકે તો તંત્ર ને શરમ આવી જોઈએ તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે. મુતવાએ જણાવ્યું કે દૈનિક એક ટેન્કરની પણ વ્યવસ્થા તંત્ર ન કરી શકતું હોય અને ગતિશીલ ગુજરાતના દાવા કરાઈ રહ્યાં છે. શેનું આ ગતિ હોડકાથી બન્નીના ગામડાઓ સુધી પાણી પહોચાડી શકતી નથી એવા આક્ષેપ ઉઠી રહ્યા છે. કેવી રીતે થશે કોરોના ગાઈડલાઈનનું અમલ શું કરી રહ્યો છે તંત્ર કોની જવાબદારી રહેશે. શું કરી રહ્યો છે ભુજનું પાણી પુરવઠા વિભાગ, બન્નીના ગામડાઓમાં તાત્કાલિક પાણી વ્યવસ્થા કરો, ન થાય તો રાજીનામાં આપો તેવી માંગ સામાજિક કાર્યકર યાકુબ મુતવાએ કરી છે.