બન્નીના મહેસુલી દરજ્જાની માંગ મુદ્દે લટકતી તલવાર રાખી દબાણ દૂર કરવાના પ્રયાસો ગેરમાર્ગે દોરનારા

દબાણ દૂર કરવા જિલ્લા કક્ષાના બદલે મુદ્દો દિલ્હી સુધી લંબાવાતા સ્થાનિકે ફેલાયા તર્કવિતર્ક : દબાણ ભલે હટે પણ બન્નીના લોકોને માલિકી હક્ક મળશે ત્યારે જ જીતની થશે સાચી ઉજવણી : એનજીટી દબાણ દૂર કરાવી શકે પણ અહીંના માલધારીઓને જમીનનો મહેસુલી હક્ક આપી શકશે ? 

ભુજ : નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ૨૦૧૦માં સ્થાપવામાં આવેલી સંસ્થા છે, જેના કાર્યની સીમા વન અને પર્યાવરણ સંબંધી ફરીયાદોના નિકાલ માટે સીમિત છે. બન્નીના ગામોમાં ગેરકાયદે વાડા છ મહિનામાં દૂર થઈ જશે, એ સારી બાબત છે,જે એનજીટીનો આદેશ પણ છે જે શીરોમાન્ય છે, પણ ગેરકાયદે વાડા દૂર કરાવવા છેક રાષ્ટ્રીય કક્ષાએ દિલ્લી સુધી લાંબા થવાની જરૂર ન હતી. આ કામ ગામના તલાટી, ટીડીઓ, ડીડીઓ કે મામલતદારનું છે, પણ ખરેખર માલધારી સંગઠન દ્વારા સાચી રજૂઆત જ નથી થઈ. એનજીટીના વર્તમાન આદેશ બાદ વનતંત્ર અને વન્ય તેમજ પર્યાવરણને લગતી કામગીરી વધશે પણ સેંકડો વર્ષથી બન્નીમાં રહેતા લોકોના ઘર, તેમજ અન્ય મિલ્કતની માલિકી હક્ક બાબતે એનજીટીએ આદેશમાં ઉલ્લેખ નથી કર્યો. એનજીટીના વર્તમાન આદેશ સાથે વન અધિકાર કાનૂનને કોઈ લેવા દેવા નથી કે બન્નીના રહેવાસીઓને કોઈ અધિકાર મળે તેમ નથી છતાં માલધારી સંગઠન અને સહજીવન સંસ્થા આ અયોગ્ય દિશામાં લઈ જવાયેલા કેસને બન્નીના લોકોની જીત ગણાવીને ગુમરાહ કરી રહયા હોય તેમ લાગી રહયો છે. બન્નીના લોકો દ્વારા સાચી ઊજવણી ત્યારે જ થશે જ્યારે બન્નીમાં સેંકડો વર્ષથી રહેતા લોકોના સીમતળ, રહેણાંક, વથાણ, ઝિલ વગેરેના માલિકી હક્ક તેમને મળશે. જે મહેસુલી રાહે જ મેળવી શકાય છે.અમુક ચોકસ લોકો બન્નીને ગેરમાર્ગે દોરી રહયા છે. શું એનજીટી ફોરેસ્ટમાં જમીન આપશે તો ફોરેસ્ટ ક્યા કાયદા મુજબ બન્નીને જમીન આપશે? શું એનજીટીના આદેશમાં આદિવાસી શબ્દનું ઉલ્લેખ છે શું છે ? આદિવાસીનું મતલબ શું ? આ શબ્દ બન્નીના લોકો ઉપર લાગુ થાયે છે? શું ૧૯૫૫ મુજબ જમીન જાેઈએ છે ? પણ ૧૯૫૫ ના નકશા માલધારી સંગઠનએ રજૂ નથી કર્યા. શું એનજીટી બન્નીને વન અધિકાર પ્રમાણે જમીન આપી શકે છે? બન્નીને જમીન આપવાની સત્તા એનજીટી પાસે છે? એનજીટી ૨૦૦૬ કાયદાની જાેગવાઈ પ્રમાણે કામ કરી શકે છે? એનજીટીના આ આદેશમાં સ્પષ્ટ છે વાળા હટાઓ જે સત્તા ગામના તલાટી માલમતદાર પાસે પણ છે. ક્યાં પણ આદેશમાં નથી કે ૨૦૦૬ સેક્શન (૩) (૧)પ્રમાણે જમીન આપવામાં આવશે. બન્નીના ગેરકાયદે વાડાઓને ખોટી રીતે મુદ્દો બનાવી દેવાયો છે, જેની પાછળ ખૂદ સંગઠન અને સંસ્થાના સમર્થક આગેવાનો એ જ સમસ્યા ઉભી કરી છે. ઉંડી તપાસ કરવામાં આવે તો માલુમ પડશે સૌથી વધુ ગેરકાયદે વાડા એવા લોકોના છે, જેઓ માલધારી સંગઠન, સહજીવન સંસ્થાને અનુસરે છે. કોના ઈશારે વાડા કરવામાં આવ્યા ? અચાનક વાડાનું રાફડો ક્યાંથી ફાટયો કોણ જવાબદાર છે? બન્નીની જમીનને મહેસુલી દરજ્જાે આપવાની સીધી અને સરળ માંગણી કરવાના બદલે ગેરકાયદે વાડાનો મુદ્દો વારંવાર ઉભો કરીને બન્નીની શાંતિપ્રિય પ્રજાને લડાવવાનું વર્ષોથી થઈ રહ્યું છે, જેના માટે જવાબદાર ખાનગી સંસ્થાઓની દોરવણી મુજબ કામ કરતાં સંગઠનના આગેવાનો છે. વાડાઓ હટાવવાનો મુદ્દો એનજીટી સુધી લઈ જવાની જરૂર કેમ પડી? શું ૨૦૦૬ કાયદા મુજબ બન્નીને જમીન મળી શકે છે? કાયદાના જાણકાર લોકોનો સંપર્ક કર્યો અને એનજીટીની વેબસાઈટ ઉપર ઓર્ડર પણ ઓનલાઈન જાેયા એનજીટી શુ છે તેને સમજવાની કોશિશ કરી જેમાં સ્પષ્ટ થાયે છે કે એનજીટી હરિયાળી નાશને બચાવી શકે છે, પ્રદુષણને રોકી શકે છે વળતર અપાવી શકે છે. ક્યાં પણ એનજીટીને સત્તા નથી કે બન્નીને જમીન અપાવી શકે. એનજીટી ફોરેસ્ટને જમીન આપે તો કેવી રીતે ફોરેસ્ટ જમીન બન્નીને આપશે?કઈ દિશામાં જઇ રહી છે બન્નીની લડાઈ કોના ઈશારે થઈ રહી છે? આ દિશામાં જવાની જરૂર કેમ પડી? એક ઊંડો મુદ્દો બનાવવમાં આવ્યો છે જેનું અંત લટકતી તલવાર છે. બન્નીમાં માલધારીઓ રહે છે જૂની ભાગ્યા પ્રથા કાયમ રાખવા માટે ફિલ્મો બનાવવામાં આવે છે. અનેક જગ્યાથી ફન્ડ આવે છે જેને કેવી રીતે વાપરવામાં આવે છે તેની માહિતી હજી સુધી ક્યાં પણ સાર્વજનિક થઈ નથી. શું માલધારી સંગઠન પોતાની જવાબદારી નિભાવી રહયો છે? છેક દિલ્હી સુધી ખાનગી સંસ્થાના ઈશારે પહોંચી જનાર સંગઠનને સ્થાનિક મુદ્દા દેખાતા જ નથી જે વિસ્તારની લડાઈ દિલ્હી પહોંચી છે. આજ વિસ્તારમાં પશુઓ માટે પાણીની તકલીફ છે, મોંઘવારી અનુલક્ષી દૂધના ભાવ નથી મળતા, એક એક ગામમાં ૨૦ ભેંસોના મૃત્યુ થયા છે, રસીકરણ આગોતરી કોઈ સુવિધા નથી, ખોડ-ભૂંસાના ભાવ આસમાને છે, ભેંસો ઉપર ફિલ્મો બનાવવામાં આવે છે પણ ભેંસોની ચિંતા માલધારીના નામે ઉભો કરેલ સંગઠનોએ કરી નથી તેવા સવાલો ખુદ બન્નીના માલધારીઓ દ્વારા ઉઠાવાયા છે.