બંગાળ ચૂંટણીઃ ભાજપના ઉમેદવારના કાફલા પર થયો હુમલો, ગાડીઓના કાચ તૂટીયા

0
27

(જી.એન.એસ)હુગલી,પ. બંગાળમાં ચોથા ચરણના મતદાનની વચ્ચે ભાજપના ઉમેદવાર લોકેટ ચટર્જીના કાફલા પર હુમલાની ઘટના સામે આવી છે. બંગાળમાં હુગલીમાં લોકેટ ચટર્જીની કાર પર પત્થરમારો કરાયો છે. તેમની કારના કાચ તૂટી ગયા છે. તેમની ગાડી ૬૬ નંબરના બુથ પર પહોંચી ત્યારે હમલો કરાયો હતો. તેઓ સુરક્ષિત છે.
જ્યારે લોકેટ ચટર્જીની કાર ૬૬ નંબરના બૂથ પર આવી ત્યારે તેઓએ આરોપ લગાવ્યો કે ટીએમસી વોટિંગમાં ગોટાળો કરે છે. આ સમયે જ્યારે તેઓ બૂથથી બહાર આવ્યા તો ટીએમસી સમર્થકોએ નારેબાજી શરૂ કરી. લોકેટ ચટર્જીનું કહેવું છે કે તેઓએ ટીએમસીની મહિલાઓને ખોટું વોટિંગ કરતા પકડ્યા હોવાના કારણે તેમની પર હુમલો કરાયો છે.
બૂથની બહારની ભીડને હટાવવા માટે સુરક્ષાદળે લાઠીચાર્જ કર્યો છે. લોકેટની ગાડીને કેટલાક લોકેએ ઘેરી લીધી હતી અને પછી સુરક્ષાદળોએ ભીડને હટાવી હતી. ચટર્જી હુગલીથી સાંસદ છે. ટીએમસીના આસિફ મજૂમદાર તેમની વિરોધમાં ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે આ હુમલા માટે ટીએમસીને જવાબદાર ગણાવ્યા છે. આ સમયે ટીએમસી કાર્યકરોએ મીડિયાની ગાડી પર પણ હુમલો કર્યો છે અને તેના કાચ તોડીને તેને પણ નુકસાન પહોંચાડ્યું છે.