• કોંગ્રેસે પ્રેસ યોજી ચૂંટણીંપંચ-મોદી સરકાર પર ઉઠાવ્યા સવાલ

 

ભાજપ કેન્દ્રમાં સરકાર નહીં બનાવી શકે : આઝાદ
નવી દીલ્હી : આજ રોજ કોંગ્રેસની પત્રકાર પરિષદમાં ગુલામ નબી આઝાદ દ્વારા પણ એક મોટો શાબ્દીક પ્રહાર કરવામાં આવ્યો હતો અને તેઓએ કહ્યુ હતુ કે, મારા બહોળા અનુભવ અને પશ્ચીમ બંગાળમાં સર્જાયેલા હિંસાત્મક માહોલ બાદ હવે અહી ભાજપ સરકાર નહી બનાવી શકે અને જનતા આ વખતે ભાજપને જવાબ આપી દેશે.

નવી દિલ્હી : દેશમાં લોકસભાની ચૂંટણી અંતિમ તબક્કાભણી આગળ વધી રહી છે. આગામી ૧૯મીએ રોજ સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાવવા પામી રહ્યુ છે. દરમ્યાન જ પશ્ચીમ બંગાળમાં થયેલ હિંસા અને તે બાદ ચુંટણીપંચની ભુમિકા સામે પણ સતત સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે. તે વચ્ચે જ આજ રોજ કોંગ્રેસ દ્વારા પણ પત્રકાર પરિષદ યોજી અને ઈસીએ ભજવેલ ભૂમિકા પર અંગુલીનિર્દેશ કર્યા છે.
આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર ભાજપના ઈશારે ઈસી કાર્ય કરી રહી હોવાનો આરોપ આજે પ્રેસ મારફતે લગાવાયો છે. કોગ્રેસના સુરજેવાલાએ આજ રોજ પત્રકાર પરિષદ યોજી અને કહ્યુ છે કે, પ્રચાર પર રોક લગાવવો તે લોકશાહી-સંવિધાનનું ગળે ટુપો દેવા બરાબર જકહેવાય. ચૂંટણી પંચ માત્ર અને માત્ર મોદીની જ રેલીનુંધ્યાન રાખે છે. ઈસીનો નીર્ણય કાયદાકીય રીતે ખોટો હોવાની પણ વાત કરાઈ છે. નોધનીય છે કે, આ પહેલા ગત રોજ ટીએમસી દ્વારા ભાજપ પર અને ભાજપ દ્વારા મમતા દીદી તથા ટીએમસી પર હિસને લઈને વાર-પ્રતિવાર કર્યા હતા તો પછી પ્રચાર પર રોક લાગી જતા મમતા દીદીએ પણ મોદી અને ભાજપની સરકાર પર શાબ્દીક ચાબખા વરસાવ્યા હતા ત્યારે હવે કાંગ્રેસે પણ આ બાબતે ઝંપલાવી દેતા કકળાટનો માહોલ ઉભો થવા પામી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here