સોમવારે વાવાઝોડું પશ્ચીબ બંગાળ-ઓરીસ્સા તરફ  વધશે આગળ : ર૬મીએ ત્રાટકશે વાવાઝોડું : માછીમારોને કરાયા એલર્ટ

નવીદિલ્હી : બંગાળની ખાડીમા સાઉથ ઈસ્ટ અને તેને સેલ સેન્ટ્રલ દિશામા સાઈકલોનિક સરકયુલેશન સર્જાયુ છે અને તે દરીયાન સપાટીથી ૩.૧થી પ.૮ કીલોમીટરની ઉંચાઈ પર છે. સાયકલોનીક સર્કયલેશન પગલે બંગાળની ખાડીમાં જાેરદાર લો પ્રેસર પણ સર્જાવા પામ્યુ છે. આ સિસ્ટમ સોમવારે વાવાઝોડામા પરિવર્તિત થશે અને તે સાથે જ તેની ગતિ શરૂ થઈ જશે તેમ ઈન્ડીયન મેટ્રોલોજીકલ ડીપાર્ટમેન્ટના સત્તાવાધર સાધનોના જણાવ્યા મુજબ સોમવારે આ લો પ્રેસર વાવાજાેડામા પરિવર્તિત થયા બાદ નોર્થ વેસ્ટ દિશામાં એટલે કે પશ્ચિમ બંગાળ અને ઓડીસા તરફ આગળ વધશે તારીખ ર૬ના રોજ તે ત્રાટકશે, બંગાળીન ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે દરીયો તોફાન બન્યો છે. અને માછીમારો દરીયામાં ન જવા માટે ચૈતવણી આપવામાં આવી છે.