ફ્લાઈંગ સિખ મિલ્ખાસિંહનુ નિધન

image description

રાષ્ટ્રપતિ,પીએમ,ગૃહમંત્રી સહિતનાઓએ પાઠવી શ્રધ્ધાંજલી

નવી દિલ્હી : ભારતના ઉડન સિખ એટલે કે ફ્લાઈંગ સિખના નમાથી જાણીતા મહાન તેજ દોડવીર મિલ્ખા સિંહનુ એક મહિના સુધી કોરોના સંક્રમણ સામેની લડત પછી શુક્રવારે રાત્રે ૧૧.૩૦ વાગે ચંડીગઢમાં નિધન થઈ ગયુ. એ પહેલા રવિવાર તેની ૮૫ વર્ષીય પત્ની અને ભારતીય વોલીબોલટીમની પૂર્વ કપ્તાન નિર્મલ કૌરએ પણ કોરોના સંક્રમણને કારણે દમ તોડ્યો હતો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર પણ ઊંડો શોક વ્યક્ત કર્યો છે.પરિવારના પ્રવક્તએ જણાવ્યુ કે કોરોના વાયરસથી સંક્રમિત થવાના લગભગ એક મહિના પછી ૯૧ વર્ષના આ મહાન દોડવીરનુ નિધન થઈ ગયુ. મિલ્ખા સિંહ અને તેમનાં પત્ની ૨૦ મેના રોજ કોરોના સંક્રમિત થયાં હતાં. ૨૪ મેના રોજ બંનેને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ૩૦ મેના રોજ પરિવારના લોકોના આગ્રહથી તેમને ડિસ્ચાર્જ અપાવીને થોડા દિવસ અગાઉ જ ઘરે લાવવામા ં આવ્યાં હતાં. ત્યારથી તેમનો ઘરે જ ઈલાજ ચાલી રહ્યો હતો. તેના થોડા દિવસ પછી તેમની તબિયત ફરીથી લથડી હતી અને ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું હતું. ૩ જૂનના રોજ તેમને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે નિર્મલ કૌરની સારવાર મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં ચાલી રહી હતી. જો કે ગુરૂવારની સાંજ પહેલા તેમની હાલત સ્થિર થઈ ગઈ હતી. તેમના પરિવારમાં તેમના પુત્ર ગોલ્ફર જીવ મિલ્ખા સિંહ અને ત્રણ પુત્રીઓ છે.ચાર વખત એશિયન ગેમ્સના સુવર્ણચંદ્રક વિજેતા, મિલ્ખાએ ૧૯૫૮ કોમનવેલ્થ ગેમ્સમાં પણ પીળો ચંદ્રક જીત્યો હતો. તેમનુ શ્રેષ્ઠ પ્રદર્શન ૧૯૬૦ ની રોમ ઓલિમ્પિક્સમાં હતું જેમાં તેઓ ૪૦૦ મીટર ફાઇનલમાં ચોથું સ્થાન પર રહ્યા હતા