ફ્રાન્સથી વધુ ૪ રાફેલ ૧૯-૨૦મેએ અંબાલા પહોંચશે

રાફેલ જેટ્‌સ ૧૯-૨૦ મેમાં ફ્રાન્સથી મેરિગ્રૈફ બોર્ડો એરબેસથી અંબાલા પહોંચશે. વધુ ૪ રાફેલ આવતા પહેલા વાયુસેનાએ ૧૦૧સ્ક્વોડ્રનને ફરીથી જીવતા કરવાનો નિર્ણય કર્યો છે. આની પહેલા પશ્ચિમ બંગાળના હાશિમારા એરબેસ પર તૈનાત કરવામાં આવશે. ૧૦૧ સ્કોડ્રનને ફાલ્કન્સ ઓફ છંબ કહેવામાં આવે છે. ૨૦૦૨ની શરુઆતમાં સ્ક્વાડ્રન ૧૦૧ આદમપુર એરબેસમાં મોકલી દેવામાં આવ્યા હતા. સામાન્ય રીતે તેનું કામ તસવીરોના માધ્યમથી દુશ્મનોને અડ્ડાનો સર્વે કરવાનું હતુ.ઉલ્લેખનીય છે કે ભારતમાં રાફેલની લેન્ડિંગની પાક્કી તારીખ સંયુક્ત અરબ અમીરાત વાયુ સેના તરફથી હવામાં ઈંધમ ભરવાની ક્ષમતા અને હવામાનના હિસાબે કરવામાં આવશે. આ વાતની સંપૂર્ણ શક્યતા છે કે ફ્રાન્સ એપ્રિલ ૨૦૨૨ની પહેલાથી તમામ ૩૬ રાફેલ ફાયટર વિમાન ભારતને આપી દેશે. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યુ હતુ કે મેમાં છેલ્લે સુધી ભારતીય વાયુ સેનાની પાસે ૨૪ રાફેલ ફાયટર વિમાન જેટ હશે. બાકી બચેલા ૭ વિમાનને ફ્રાન્સમાં ટ્રેનિંગ માટે રાખવામાં આવશે અને ૨ સ્ક્વાડ્રનના પુરા થતા પહેલા વધુ ૫ સોંપવામાં આવશે.