ફોટાભુખ્યાં ગાંધીધામના પાંચ પોઠીયા પર ચોતરફથી થતું થું..થું..,થું..થું..!

કોરોનામાં તો કોઈ મૃત થયા હોય તેમાં પણ તસવીરો પડાવી, અમે સેવા કરી, અમે સેવા કરીનો રાગ આલપતા પાંચ ઝભ્ભાલેંગાધારી પોઠીયાઓ હવે તાઉતે વાવાઝોડાંમાં પણ દાળના પાંચ ચમકા કોઈની થાળીમાં ઠાલવી અમે ભેાજનની સેવાઓ આપીના લીંબડજશ ખાટવા સોશ્યલ મીડીયામાં ફેરવી રહ્યા છે તસવીરી ઝલકો : સૌ કેાઈ જાણે છે કે, કંડલા સંકુલમાં તાઉતેના સ્થળાંતરિતો માટે ભોજનની વ્યસ્થા સેવાભાવી નીલકંઠ ગ્રુપ અને બાબુભાઈ હુંબલ, ગાંધીધામ વોર્ડ – ૫ના સેવાભાવી કાઉન્સીલર તેજલભાઈ શેઠ જેવા મોભીઓએ કરી છે..તો આ પાંચ પોઠીયા હાલી શું નીકળ્યા છે..! : જાણકારોની તીખી ટકોર

સંગઠનમાં ઉપરવાળા બધા તમને નખશીખ એાળખી ગયા છે, હવે અખબારોવાળાએ ખોટી લીંબડજશ ખાટતી તસવીરો લેવાની બંધ કરી દીધે એટલે સોશ્યલ મીડીયા પર બનાવટી સેવાના ફોટાઓ ફેલાવવાનું બંધ કરો બંધ : સાચા કાર્યકર્તાઓમાં પણ ફેલાઈ રહ્યો છે કચવાટ : સેવા કામના ફોટાઓ હોય, પરંતુ જયાં કોઈ સેવા કરી જ નથી, તેના ફોટા શેના હોય.!

ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલના જાહેર અને રાજકિય જીવનમાં પાછલા કેટલાક સમયથી પાંચ પોઠીયાઓની કરતુતો ભારે બદનામી અને ટીકાનું કેન્દ્ર જ બનેલી છે. પણ આ સસ્તીપ્રસિદ્ધી ભુખ્યા પાંચ પોઠીયાઓ છે કે, જેઓની ખોટી લીંબડજશ ખાટવાની ભુખ સંતોષાતી જ ન હોય તેમ વધુને વધુ પ્રજાના રોષનો ભોગ બની રહ્યા છે. કોરોનાની મહામારીમાં પણ આ પાંચ પોઠીયાઓ રસીઓ આપવા સહિતના મામલે સામેથી ફોન કરી અને આજે કયાં રસી અપાવાની છે, તેમ પુછી ખુદ ફોટા પડાવવા તેવા શિબીરોમાં ગોઠવાઈ જતા તો વળી કોરોનાને લગતી આવી જ કોઈ વ્યવસ્થાઓમાં મોટા નેતાઓના આગમનને પગલે પણ આ પાંચ પોઠીયાઓ તસવીરી જસ ખાટવા આગળ આવી જતા રહ્યા છે. અરે કોરોનાના મોતની ઘટનાઓમાં પણ તસવીરો ખેચાવતા આ પાંચ પોઠીયાઓએ મલાજો ન જાળવ્યો અને હવે તાઉતે વાવાઝોડાને લઈને પણ આભાસી ફોટાઓ ઉભા કરી અને શોશ્યલ મીડીયા પર ખોટી ખુદની વાહવાહી કરાવી રહેલા પાંચ પોઠીયા ભણી ચોરતરફથી થુ..થુ..થવા પામી રહ્યુ છે. સંકુલની પ્રબુદ્ધ પ્રજા આ પાંચ પોઠીયાઓને રીતરસની તીખી ટકોર કરતા જણાવે છે કે, હવે શર્મ કરો શર્મ અને આ ગતકડાઓ અને ધતીંગ બંધ કરો. પ્રજા અને પક્ષના સ્થાનિકના આગેવાનો તો તમારા બનાવટી કરતુતોને બરાબર જ ઓળખી ગયા છે પરંતુ જે સંગઠનના ઉપરવાળાઓને ખુશ કરવાને માટે તમે તરકટો રચી રહ્યા છે તે ઉપરવાળા પણ તમને નખશીખ બરાબરના જ ઓળખી ચૂકયા છે. પહેલા કોરાનામાં અને હવે આ પાંચ પોઠીયાઓ તાઉતે વાવાઝોડા વખતે આશ્રિતોની સેવા અને ભોજન સહિતની વ્યવસ્થાઓ કરી હોવાના ફોટાઓ સોશ્યલ મીડીયા પર ફરતા કરી રહ્યા છે ત્યારે પ્રજાજનો કહી રહ્યા છે કે, આ સંકુલમાં ભોજનની આશ્રીતો માટેની વ્યવસ્થાઓ સેવાભાવી પરીવાર નીલકંઠ ગ્રુપ અને બાબુભાઈ હુંબલ, ગાંધીધામ વોર્ડ – ૫ના સેવાભાવી કાઉન્સીલર તેજલભાઈ શેઠ દ્વારા કરવામાં આવી હતી તે જગજાહેર છે તો પછી દાળના પાંચ ચમચાં કોઈની થાળીમાં ઠાલવતા ફોટા શોશ્યલ મીડીયા પર ફરતા કરીને આ સેવાઓ અમે કરીનો જશ ખાટવા પાંચ પોઠીયા હાલી શુ નીકળ્યા છે..? રીતસરનું આવુ જ સુણાવી રહ્યા છે. કોરોનામાં કોઈ મરી ગયુ હોય તો પણ આ પાંચ પોઠીયા તેની પાસે પણ ફોટાઓ પડાવી અને મોતનો પણ મલાજો ન જાળવી ખુદની ફોટા ભુખ્યાપણાની ઓળખ કેટલી હદે છત્તી કરી ગયા છે. દવાની અછત, ઈન્જેકશનોની ઘટ્ટ, ઓકિસજનની દોડાદાડમાં કયાંય ન ડોકાયા, તો સ્મશાન ગૃહમાં લાકડાનો અભાવ કે સાફસફાઈ કરવા જેવી સારી કામગીરીમાં પણ જાણે કે આ પાંચ પોઠીયાઓની તાવ ચડ્યો હોય તેમ ક્યાંય સમખાવા પુરતા પણ આગળ ન આવ્યા. કદાચ આ વ્યવસ્થાઓ પાંચ પોઠીયાએ કરાવી હોય તેમ કહી અને તેના ફોટા પ્રસીદ્ય્ધ કરાવે તો કદાચ કંઈક કર્યુ તે માની પણ શકાય, પરંતુ આ સસ્તીપ્રસિદ્ધ ભુખ્યાને તો બધા જ ઓળખી ગયા છે, છતા શુ કામ હજુય ઉંચા નીચા થઈ રહ્યા છે? સાચો કાર્યકર્તા પણ હતાશ થઈ રહ્યો છે અને કહી રહ્યો છે કે, આવા તકસાધુના ડીંડક-તરકટ બંધ થાય તો સારૂ? કોરોનામાં તો સેવા કરી હોય તો પણ માનવતાના ધોરણે ફોટાઓ પડાવવાના જ ન હોય, સેવા જ કરવાની હોય પણ આ તત્વો તો કંઈ કરતા નથી અને ખોટા લીંબડજશ ખાઈ રહ્યા છે. ગાંધીધામ સંકુલમાં હાલમાં ઝભ્ભાલેગાવાળાઓના ફોટો શેશનથી તો સૌ કેાઈ તોબા તોબા થવા પામી ગયા છે. કામ કરે છે તેનાથી પાંચ ગણા ખોટા ફોટો શેશન જ આદરી રહ્યા છે. આ પાંચ પોઠીયાઓની ફોટાની ભુખ કેટલી હદે પરાકાષ્ટાએ પહોચી ગઈ છે કે, ખોટા ફોટાઓ છાપવાને માટે અખબારો મોઢું ફેરવી રહ્યા છે તો પાંચ પોઠીયાઓ સોશ્યલ મીડીયા પર આવા ફોટાઓ વહેતા કરી રહ્યા છે. પ્રજા, સ્થાનિકના અગ્રણીઓ અને ઉપરવાળા સંગઠનના આગેવાનો પાંચ પોઠીયાઓને બરાબરના ઓળખી ચુકયા છે માટે હવે આ ત્રાગા-તાયફા અને ડીંડક બંધ થાય તેવી ટકોર પ્રુબુદ્ધવર્ગ આ તત્વો પર થુ..થુ..કરતાની સાથે કરી રહ્યા છે.

ખાટલે મોટી ખોટ : કોવિડ કેર સેન્ટર ચાલુ કરાવવામાં અને મોટા ઉપાડે તેના ફોટા પડાવવામાં આ પાંચ પોઠીયા ‘ તકડા, તો કે, હાજર સાહેબ’ પણ આજ કોવિડ કેર સેન્ટરોને પડતી સમસ્યા તકલીફ મામલે ક્યાંય મદદ કરતા ન દેખાયા આ તકસાધુ પાંચ પોઠીયા : મજાની વાત તો એ છે કે, પાંચ પોઠીયાએ ફોટા પડાવી જે કોવિડ કેર સેન્ટર શરૂ કરાવ્યા તેમાંથી આજે કઈંક ને લાગી ગયા અલીગઢી તાણા

આ લાલાઓ લાભ વીના લટકા કરે તેવા નથી, પાંચ પોઠીયાઓ હાલમાં જે સેવાઓના ડોળ, નાટક કરી રહ્યા છે તેની પાછળ પદલાલસા જ છે કારણ ભુત, સંગઠનમાં નવી વરણીઓ થઈ ગયા બાદ આ મહાશયોના ઠામ-સરનામા પણ શોધ્યા નહીં મળે : ગાંધીધામના આ ૫ાંચ પોઠીયાઓની લીંબડજસ ભુખ હદ વટાવે છે : હવે તો જિલ્લા મથક ભુજ સુધી પાંચ પોઠીયાઓની થાય છે ચર્ચા