ફેસબુક પર ભડકાઉ પોસ્ટ મુદ્દે એનસીપી માજી પ્રમુખની ધરપકડ

(જી.એન.એસ)અમદાવાદ,કોરોના વાયરસનાં હાહાકાર વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્ર અને રાજય સરકાર વિરૂદ્ધ અભદ્ર શબ્દોનાં પ્રયોગ સાથે ભડકાઉ પોસ્ટ ફેસબુક પર મુકનાર એનસીપીનાં માજી પ્રમુખ એવા વ્યવસાયે વકીલ વિરૂદ્ધ ક્રાઇમ બ્રાંચે ફરીયાદ નોંધી અટકાયત કરી છે.દેશ-દુનિયામાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસનાં સક્રમણને અટકાવવા માટે હવાતીયા મારી રહેલી કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા મહામારીને લઇ ખોટી અફવાઓ ફેલાય નહીં તે માટે પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવી રહી છે. મહામારી અંતર્ગત કેટલાક દેશ વિરોધી તત્વો દ્વારા ફેસબુક, વ્હોટ્‌સઅપ, ટિ્‌વટર, ઇન્સ્ટાગ્રામ પર ભયનું વાતાવરણ ફેલાય તેવા મેસેજ, ઓડિયો, વીડિયો સહિતને પોસ્ટ કરી રહ્યા છે. જે અંતર્ગત એનસીપીનાં કાર્યકર્તા અને વ્યવસાયે એડવોકેટ અનિલ માગુંકીયાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ’પબ્લીકનો પીત્તો એટલી હદે ફાટી ગયો છે કે જો બળવો કરીશું તો તારૂ એકેય રાફેલ કામ નહી લાગે, તારૂ રાફેલપપ, બંગાળ હિંસામાં તમારા આઠ-દસ હડકાયા કુતરા હુ મરી ગયા ત્યાં તમને લોકશાહી યાદ આવી ગઇ, ગુજરાતમાં મારા પાટીદારો શહીદ થયા ત્યારે કયા ગયા તાપ., જનતાનાં પરસેવાનાં પૈસે વિદેશોમાં ઉચડા રાયખા ને બધા દેશોમાં ગોળા ફેક કરી વિશ્વ ગુરૂનીપપ. અને પપ આજ કી પ્રેસ કોન્ફરન્સ ગુજરાતી મે રખના, ક્યું કી જબ તુમ હિન્દી બોલતા તો અડધા સમજણ મે નહી આવતા કયા ખોલને કા કયા બંધ રખને કા’ સહિતની અનેક ભડકાઉ, બિભત્સ અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરી પોસ્ટ મુકી હતી.જેના કારણે સમાજમાં અરૂચિ અને ધૃણા ફેલાવાનો ભય હોવાથી ક્રાઇમ બ્રાંચે ફેસબુક એકાઉન્ટ ધારક અનિલ માગુંકીયા વિરૂદ્ધ ગુનો નોંધી અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે એનસીપી કાર્યકર્તા અનિલ માગુંકીયા વ્યવસાયે વકીલ છે પરંતુ તેમના વિરૂદ્ધ છેડતી, મારામારી સહિતનાં એક ડઝન જેટલા ગુના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે.