ફેન્સ માટે ખરાબ સમાચાર, એબી ડિ વિલિયર્સ સંન્યાસ બાદ મેદાન પર પરત ફરશે નહિ

ન્યુ દિલ્હી,તા.૧૯ સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્‌સમેન એબી ડિવિલિરર્સની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીને લઈને ચાલી રહેલા અટકળો પર વિરામ લાગી ગયો છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ મંગળવારે સ્પષ્ટ કર્યુ કે સંન્યાસ બાદ એબી ડિવિવિયર્સ મેદાન પર વાપસી કરવા તૈયાર નથી. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ એબીએ વાપસીના સંકેત આપ્યા હતા પરંતુ બોર્ડ સત્તાવાર નિવેદન આપી તેના પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. ક્રિકેટ ઈતિહાસના સૌથી ધમાકેદાર બેટ્‌સમેનોમાંથી એક મિસ્ટર ૩૬૦ ડિગ્રીના નામથી જાણીતા ડિવિલિયર્સના ફેન્સને મંગળવારે ઝટકો લાગ્યો છે. આઈસીસીએ આ વાતની જાણકારી આપી કે સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડ તરફથી તે વાતને લઈને અટકળો ખતમ કરી ગેવામાં આવી જેમાં ડિવિલિયર્સની વાપસીની વાત થઈ રહી હતી. ડિવિલિયર્સે સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડ સાથે બેઠક કરી અને તેમાં તેણે પોતાનો અંતિમ નિર્ણય લીધો છે.