ફિલ્મ ’આદિપુરુષ’માં કાજલની એન્ટ્રી, પ્રમુખ કેરેક્ટર નિભાવતી જોવા મળશે

(જી.એન.એસ)મુંબઈ,પ્રભાસની આગામી ફિલ્મ આદિપુરુષનું બજેટ ૪૦૦ કરોડ છે. એવામાં આ ફિલ્મને લઈ પ્રભાસ, કૃતિ સેનન અને સની સિંહનું નામ ફાઈનલ થઈ ગયું છે. જેની ઘોષણા કરી દેવામાં આવી છે કે રામ, લક્ષ્મણ અને સીતાની ભૂમિકામાં આ ત્રણેય એક સાથે જોવા મળશે. ચર્ચા એવી પણ હતી કે અજય દેવગન પણ પડદા પર શિવ ભગવાનની ભૂમિકાને નિભાવતા જોવા મળી શકે છે. પરંતુ હવે જે ફાઈનલ નામ સામે આવી રહ્યું છે તે કાજલનું છે. જી હાં, અજય દેવગનનું નામ ફાઈનલ થતા પહેલાં ફિલ્મમાં કાજલની એન્ટ્રીના સમાચાર સામે આવી રહ્યા છે.
સુપરસ્ટાર પ્રભાસની આ પૈન ઈન્ડિયા ફિલ્મમાં કાજલનું નામ સામેલ થયા બાદ ફિલ્મના હાઈ સ્કેલ અને કંટેંટને લઈ ચર્ચા તેજ થઈ ગઈ છે. જણાવી દઈએ કે કાજલે અગાઉ તાનાજીમાં પણ અજય દેવગન સાથે પોતાનો દમ દેખાડ્યો હતો. તો શું ફરીથી અજય દેવગન અને કાજલની જોડી આદિપુરુષનો ભાગ હશે, આ સવાલ પર હજી પણ સસ્પેન્સ બનેલો છે.કાજલ ફિલ્મમાં એક પ્રમુખ કેરેક્ટર નિભાવતી જોવા મળશે. આ રોલ કયો હશે તેની જાણકારી હજી સુધી સામે નથી આવી, જણાવવામાં આવી રહ્યું છે કે આ ફેન્સ માટે એક સરપ્રાઈઝ હશે.આ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉત કરી રહ્યા છે જેઓ પહેલાં કાજલ અને અજય દેવગનની તાનાજીનું પણ નિર્દેશન કરી ચૂક્યા છે. કાસ્ટિંગના હિસાબે આ ફિલ્મ હિન્દી સિનેમાની સૌથી મોટી ફિલ્મ બની શકે છે. આદિપુરુષ ૧૧ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જલદી જ તેનું શૂટિંગ પણ શરૂ થઈ જશે. લુક અને કહાનીને લઈ આ ફિલ્મ ઘણી વિશાળ કહેવાઈ રહી છે. આરામાયણની કહાનીથી પ્રેરિત છે.સિનેમાની આટલી મોટી ફિલ્મનું બજેટ પણ આલીશાન હશે. આદિપુરુષનું બજેટ ૩૫૦ કરોડથી ૪૦૦ કરોડ જેવું છે. સ્ક્રીન પર પિલ્મનો સ્કેલઘણો વડો બનાવાશે. આદિપુરુષમાં ફિલ્મ હિન્દી, તેલુગૂ, તમિલ અને મલયાલમ સાથે અનેય લોકપ્રિય ભાષાઓમાં ડબ કરાશે.