ફાયર વૉર્નિંગ બાદ કોઝિકોડ એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસ વિમાને કર્યુ ઈમરજન્સી લેંડિંગ

(જી.એન.એસ.) કોઝિકોડ, એર ઈન્ડિયા એક્સપ્રેસના એક વિમાને ફાયર વૉર્નિંગ બાદ કેરળના કોઝિકોડ એરપોર્ટ પર ઈમરજન્સી લેંડિંગ કર્યુ. એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવકતાએ આ માહિતી આપી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસના જણાવ્યા મુજબ ફાયર વૉર્નિંગ ફ્લાઈટના કાર્ગો કમ્પાર્ટમેન્ટથી આવી હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવકતાએ કહ્યુ કે એર ઈન્ડિયા એક્સપ્રેસની એક ફ્લાઈટે કોઝિકોડમાં ઈમરજન્સી લેંડિંગ કર્યુ છે. પાયલટે આ ઈમરજન્સી લેંડિંગને કાર્ગો કમ્પાર્ટમેન્ટથી ફાયર અલાર્મ આવવા પર કર્યુ. વિમાનમાં બેઠેલા બધા ૧૭ મુસાફરો સુરક્ષિત છે.વિમાનમાં સવાર લોકોને કોઈ ઈજા થઈ નથી અને વિમાનને પણ નુકશાન થયુ નથી. વિમાનમાં મુસાફરી કરી રહેલ ૧૭ મુસાફરો માટે કાલીકટથી કુવેત માટે નવી ફ્લાઈટ નિર્ધારિત કરવામાં આવી હતી. સમાચારમાં હાલમાં વધુ માહિતી મેળવાઈ રહી છે.