ફરી એક વખત તનાવ, અમેરિકન યુધ્ધ જહાજે ઈરાનના જહાજ પર કર્યુ ફાયરિંગ

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,કોરોના મહામારી સામે દુનિયા લડી રહી છે ત્યારે પર્શિયન ગલ્ફ સીમાં ફરી એક વખત ઈરાન અને અમેરિકા આમને સામને આવી ગયા છે.અહીંયા મોજૂદ અ્‌મેરિકાના એક યુધ્ધ જહાજે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડસના યુધ્ધ જહાજ પર ફાયરિંગ કર્યુ હોવાના અહેવાલો મળી રહ્યા છે.મળતી વિગતો દરમિયાન પેટ્રોલિંગ કરતી વખતે ઈરાનનુ જહાજ અમેરિકન નેવીના યુધ્ધ જહાજની નજીક આવી ગયુ હતુ.અમેરિકાએ દાવો કર્યો છે કે, અમેરિકન યુધ્ધ જહાજ યુએસએસ ફાયરબોલ્ટે ઈરાનના જહાજને વોર્નિંગ આપી હતી અને આમ છતા ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડસનુ જહાજ અમેરિકન યુધ્ધ જહાજની વધારે ને વધારે નજીક આવી રહ્યુ હતુ.અમારા જહાજના ૬૨ મીટરના દાયરામાં ઈરાનનુ જહાજ આવી ગયા બાદ આખરે ચેતવણી આપવા માટે ફાયરિંગ કરવુ પડ્યુ હતુ.અમેરિકન નૌસેનાના કહેવા પ્રમાણે યુધ્ધ જહાજે ફાયરિંગ કર્યા બાદ ઈરાનના જહાજો પાછા હટ્યા હતા.રિવોશ્યુનરી ગાર્ડસ દ્વારા પર્શિયન ગલ્ફમાં બેજવાબદારીપૂર્ણ રીતે જહાજો હંકારવામાં આવતા હોય છે.જોકે ઈરાન તરફથી હજી આ બાબતે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.આ ઘટના એવા સમયે બની છે જ્યારે બંન ેદેશો વચ્ચે પરમાણુ કરાર પર વાતચીત થઈ રહી છે.