ફરીથી ટીવીની નંબર વન સીરિયલ બની ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’

(જી.એન.એસ) મુંબઇ, આ અઠવાડિયાનુ ટૉપ ૫ ટીવી ટીઆરપી લિસ્ટ આવી ચૂક્યુ છે. આ અઠવાડિયાના ટીઆરપી લિસ્ટમાં ચોંકવાનારો ફેરફાર જોવા મળ્યો છે. અત્યાર સુધી આ લિસ્ટમાં સામેલ થયેલા કેટલાય શૉ આ વખતે લિસ્ટમાંથી બહાર થઇ ગયા છે, અને નવા શૉએ આ લિસ્ટમાં કમબેક કર્યુ છે. એટલુ જ નહીં નંબર વન ચાલી રહેલી ’અનુપમા’ પણ પાછળ થઇ ગઇ છે.આ વર્ષે પહેલી વખતે નંબર એકની પૉઝિશન પર ’તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલ આવી છે. આ સીરિયલ સબ ટીવીનો સૌથી જુનો અને પસંદ કરવામાં આવનારો શૉ છે.આ વર્ષે પહેલીવાર રૂપા ગાંગુલી અને સુધાંશુ પાંડે સ્ટારર ’અનુપમા’ પહેલા નંબરની પૉઝિશન પરથી નીચે ખસકીને બીજા નંબર પર આવી ગયો છે. આ સીરિયલમાં આવી રહેલા ટ્‌વીસ્ટને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. ટીવીના સિંગિંગ રિયાલિટી શૉ ’ઇન્ડિયન આઇડલ ૧૨’ પણ ખુબ લાંબા સમયથી ત્રીજા નંબર પર આવ્યો છે. આ પહેલા અત્યાર સુધી આ શૉ પાંચમા નંબર પર આવતો હતો, કે પછી તેનાથી બહાર રહેતો હતો.’કુંડલી ભાગ્ય’ ચોથા નંબર પર છે, શૉમાં એક અચાનક વળાંક આવ્યો. કરણ પૃથ્વીની સચ્ચાઇ બધાની સામે આવ્યા બાદથી લોકો આને વધુ પસંદ કરવા લાગ્યા હતા. બિગ બૉસ ૧૪ જીત્યા બાદ રુબીના દિલૈકે ’શક્તિ અસ્તિત્વ કે અહસાસ કી’માં કમબેક કર્યુ. રુબીનાની ધમાકેદાર એન્ટ્રી અને નાના પદડા પર જોવા માટે ફેન્સ આને ખુબ ઇન્ટરેસ્ટની સાથે જોઇ રહ્યાં છે.