પ્રભારી મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાશે

શ્રમ અને રોજગાર મંત્રીશ્રી અને કચ્છ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની અધ્યક્ષતા હેઠળ આગામી ૧૧મી જુન-૨૦૨૧ના જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાશે. વર્ષ ૨૦૨૦-૨૧ની વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઇના કામોની મંજુરી, વર્ષ ૨૦૧૮-૧૯ થી વર્ષ ૨૦૨૦-૨૧ના ખૂટતા આયોજન તથા કામ ફેરફાર, માહે મે-૨૦૨૧ સુધી થયેલી કામોની સમીક્ષા, સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના હેઠળ ૨૦૧૪-૧૫ થી ૨૦૧૯-૨૦ સુધી મે-૨૦૨૧ સુધી થયેલ કામોની પ્રગતિની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવશે. સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેની ખાસ યોજના હેઠળ રજુ થયેલા કામોની મંજુરી તેમજ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાનેથી રજુ કરે તે તમામ બાબતો આ બેઠકમાં વણી લેવામાં આવશે.