પ્રદેશ ભાજપ કારોબારીની જાહેરાતઃ કચ્છના સિનીયર આગેવાનોને મળ્યું સ્થાન

પ્રદેશ કારોબારીમાં ૩૦૦થી વધુ સભ્યોનો સમાવેશ : મુખ્યમંત્રી સહિત ૫૨(બાવન) આમંત્રિત સભ્યોનો પણ સમાવેશ

ગાંધીનગરઃ ગુજરાત ભાજપ દ્વારા સાત મોરચાના પ્રદેશ પ્રમુખ કોની નિમણુક કરવામાં આવ્યા બાદ આજે ૩૦૦થી વધુ સભ્યોને પ્રદેશ કારોબારીની રચના કરવામાં આવી છે. પ્રદેશ કારોબારીમાં આમંત્રીત સભ્ય તરીકે કચ્છના પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા, સીનીયર ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ પંકજ અનોપચંદ મહેતા,પૂર્વ સાંસદ પૂનમબેન જાટ, જિલ્લા પંચાયત પૂર્વ અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા સહિતના આગેવાનો સમાવેશ કરવામાં આવ્યો છે.પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે આજે પ્રદેશ ભાજપની કારોબારીની રચના કરી છે જેમાં ૩૦૦થી વધુ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રદેશ કારોબારીમાં ૭૮ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં, અરજણભાઈ રબારી, દેવજીભાઈ વરચંદ પ્રવીણસિંહ વાઢેર, શ્રીમતી નિયતિબેન કીર્તન ભાઈ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.