• મે..કર્યુ..મે..કર્યુ..ની “બેં..બેં..કરતી બકરી”ને સાદર અર્પણ

શિણાય ડેમને ખાલી કરી માટી કાઢવાના રાજકીય ઉંબાડીયા પર ગ્રામજનોની જાગૃતી, વાસણભાઈની મહેનતથી લાગ્યો બ્રેક : તો પછી કયા સ્થાનિક રાજકારણીની ભ્રષ્ટ ગોઠવણીઓ તુટી ?

માટી ઉપાડવામાં રોયલ્ટી ચોરી, સુજલામ સુફલામની લાખોની ગ્રાન્ટ ચાંઉ કરવા સહિતની ગતકડાંઓ કોના અટકી ગયા? : કયા રાજકારણી શિણાયના ડખ્ખા વખતે પ્રજાજનોની વચ્ચે કયાંય ન ડોકાયા કે પછી હજુ’ય કયાંય સત્તાવાર રીતે નથી આપી ખુદે કરેલા કાર્ય કે રજુઆતની પ્રેસનોટ-યાદી? : તો પછી શિણાય ડેમ ખાલી થતો મે અટકાવ્યો, મેં રજુઆત કરી..નું આ રાજકારણી ફાંકા ફોજદારી કરે છે શેની ?

માત્ર કાગના વાઘ બનતા ફરતા અને સંકુલના કઈક પ્રશ્નો લટકેલા હોવા છતા પણ રાજકીય હુસ્સાતુસ્સી અને લીટા લાંબા-ટુંકા કરવાની જ ફિરાકમાં રહેતા ગાંધીધામના આ સ્થાનિક રાજકારણીને પ્રબુદ્ધવર્ગ કરી રહ્યો છે ખુલ્લી ટકોર : હવે ચુંટણીને બહુ ટાઈમ નથી, પ્રજાજનોના પ્રશ્નો પર ધ્યાન નહીં આપો તો ચુંટણી વખતે પ્રજા પણ ઓળખશે નહી અને આપશે જાકારો

ગાંધીધામ : ગુજરાત સરકાર તરસ્યા કચ્છની પાણીની તલબ પૂર્ણ કરવા માટે ગાંધીનગરથી બેઠા બેઠા અથાક પ્રયાસો સાથે ચિંતા સેવી રહ્યા છે જયારે બીજીતરફ ગાંધીધામ સંકુલના પાણીના પ્રશ્નોને લઈને સ્થાનિકના જ રાજકારણી જાણે કે, અંધારામાં હોય અથવા તો કુભંકર્ણી નિંદ્રામાં જ રહેવા માંગતા હેાય તેવી રીતે આંખ આડા કાન કરતા હોવાથી પ્રબુદ્ધવર્ગમાં ભારોભાર ટીકાપાત્ર બની રહ્યા છે.હા, તાજેતરમા જ અહી શિણાયના છલોછલ ભરેલા ડેમને ખાલી કરવા માટે તંત્રના હઠાગ્રહ ભર્યા દબાણનો મુદો બહાર આવ્યો હતો અને તેની સામે ભોગગ્રસ્તોએ પણ જરા સહેજ મચક ન આપતા મામલો તંગ બની ગયો હતો.જો કે, આ વિષય અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિરની સમયસુચકતા સાથેની રજુઆત બાદ થાડે પડતો દેખાઈ રહ્યો છે પરંતુ બીજીતરફ ગાંધીધામના એક બની બેઠેલા રાજકારણી મે.કર્યુ..મે..કર્યુ..ની બેં બે કરતી બકરીની જેમ લીંબડજશ ખાટતા ફરી રહ્યા છે તેઓની સામે પ્રબુદ્ધવર્ગમાંથી ભારે ફિટકાર ઉભો થવા પામી રહ્યો છે. આ બાબતે કહેવાય છે કે, ગાંધીધામના રાજકારણી દ્વારા શિણાય ડેમની માટી ઉપાડી અને ગત વરસે સરકારે આપેલી ગ્રાન્ટના બીલો અહી દેખાડી દેવાના ત્રાગા રચવામા આવ્યા હતા અને તે માટે માહોલ બગડતો હોવા છતા પણ જોરશોરથી અહી માટી ઉપાડવાનો સતત અગ્રહ કરવામા આવી રહ્યો હતો. હવે જયારે આ તમામ કારવરૂ અટકી ગયુ છે ત્યારે ગાંધીધામના આ રાજકારણી કોણ? એવી ચચાઓ ઉઠવા પામી રહી છે. માટી ઉપાડવામાં રોયલ્ટી ચોરી, સુજલામ સુફલામની લાખોની ગ્રાન્ટ ચાંઉ કરવા સહિતની ગતકડાંઓ કોના અટકી ગયા? કયા રાજકારણી શિણાયના ડખ્ખા વખતે પ્રજાજનોની વચ્ચે કયાંય ન ડોકાયા કે પછી હજુ’ય કયાંય સત્તાવાર રીતે નથી આપી ખુદે કરેલા કાર્ય કે રજુઆતની પ્રેસનોટ-યાદી? તો પછી શિણાય ડેમ ખાલી થતો મે અટકાવ્યો, મેં રજુઆત કરી..નું આ રાજકારણી ફાંકા ફોજદારી કરે છે શેની?આવા વેધક સવાલો ઉઠવા પામી રહ્યા છે.માત્ર કાગના વાઘ બનતા ફરતા અને સંકુલના કઈક પ્રશ્નો લટકેલા હોવા છતા પણ રાજકીય હુસ્સાતુસ્સી અને લીટા લાંબા-ટુંકા કરવાની જ ફિરાકમાં રહેતા ગાંધીધામના આ સ્થાનિક રાજકારણીને પ્રબુદ્ધવર્ગ હવે ખુલ્લી ટકોર જ કરી રહ્યો છે. હવે ચુંટણીને બહુ ટાઈમ નથી, પ્રજાજનોના પ્રશ્નો પર ધ્યાન નહીં આપો તો ચુંટણી વખતે પ્રજા પણ ઓળખશે નહી અને આપશે જાકારો તે વાત પણ ન ભુલશો.

જો જો ક્યાંક બળવો ન થઈ જાય
પ્રજા તો હવે માથે હાથ દઈને પસ્તાય છે. આ..ને..કયાં ચુંટીને લાવ્યા..છીએ.!

નગરપાલિકા કે જેમાં ભાજપના ૪૭ નગરસેવકો મતદારોએ મોકલ્યા છે તે શહેરના પાણીનો પ્રશ્ન પણ આ બની બેઠેલ રાજકારણી હલ નથી લાવી શકતા તો શિણાય ડેમ કે સંકુલ આખાયના પાણી પ્રશ્નની અપેક્ષા આવા રાજકારણી પાસેથી રાખવી વધુ પડતી જ કહેવાય.!

ગાંધીધામ : શિણાય ગામના ડેમને ખાલી કરીને તેમાથી માટી કાઢવાનો મુદો હાલમા બરાબરનો ગાજી ગયો હતો. ત્યારે અહીના એક સ્થાનિક બની બેઠેલા રાજકારણીની સામે પણ રોષ ભભુકી રહ્યો છે. તો બીજીતરફ જાણકારો દ્વારા એમ પણ કહેવામા આવે છે કે, જે-તે સબંધિત રાજકારણીને લઈને તો હવે ગાંધીધામ સંકુલની પ્રજા ખુદ પસ્તાઈ રહી છે કે, માત્ર અને માત્ર તરભાણા ભરવામાં જ વ્યસ્ત રહેતા અને સંકુલના એક પણપ્રશ્નના ઉકેલની જેને કઈ પડી જ નથી કે પછી અનદેખી જ સતત કરી રહયા છે તેને કયાં ચુટીને લાવ્યા છીએ.! ગાંધીધામ શહેર કે જેનીનગરપાલિકામા હાલમા પણ વોર્ડવાસીઓએ ૪૭ જેટલા નગરસેવકોને મુકયા છે તેનો પાણીનો પ્રશ્ન ઉકેલી નથી શકયા, નગરપાલીકાને પાણી મળે છે કયાથી અને કેવી રીતે, તેની પણ જેઓને ખબર શુદ્ધા નથી, તે શિણાય ડેમનો પ્રશ્ન હોય કે પછી સંકુલ આખાયના પાણી પ્રશ્ને શુ ઉકાળી શકવાના હતા? કેટલાક રમુજીલોકો તો એમ પણ કહે છે કે, ગતાગમ કોઈ જ પ્રકારની છે જ નહી અને મે કર્યુ મે કર્યુના રાગ તાણતા આ સ્થાનિક રાજકારણી માટે તો જો જો ક્યાંક બળવો ન થઈ જાયની જ આલબેલ પોકારાઈ રહી છે.

  • ભચાઉથી-શિણાય સુધીના કામોમાં લોટ-પાણીને લાકડા.!

તપાસ થાય તો ગાંધીધામના આ જ રાજકારણી ભણી ફંટાય રેલો

ભચાઉથી લઈ અને શિણાય સુધીની જે કેનાલો બની છે તેમાં કેટલાક કી.મી.મા કેટલા ટન માટીનો ઉપયોગ કરવામા આવ્યો છે? રાજય સરકારના ખાણખનીજ વિભાગને આ કામ પેટેની રોયલ્ટીનો ફાયદો કેટલો થયો તે સહિતના આંકડાઓ પણ ટુંક જ સમયમાં જાહેર કરવામા આવશે : એટલે ગાંધીધામના બની બેઠેલા સ્થાનિક રાજકારણી અને તેના મળતીયા ઠેકેદારોની સિન્ડીકેટનો પણ ટુુંકમાં જ થશે ભાંડાફોળ

નર્મદા નિગમના અધિકારીઓની ભુંડિ ભૂમિકા કે પછી ગાંધીધામના આ સ્થાનિક રાજકારણીઓના પ્રેસર તળે ભાગબટાઈથી કરવામા આવી રહ્યા છે આંખ આડા કાન?

લોખંડ-માટી-કાંકરી-મેટલ-સ્ટીલ-સહિતની ટેન્ડરની જોગવાઈ અનુસાર ઉપયોગમાં લેવાયા છે કે નહી? આ કામોમાં બ્રિજ કેટલા આવે છે? માટીકામ કેટલુ થયુ? કાંકરી કયા ભેડીયામાંથી લેવાઈ? શિણાય કે વીડી? ક્રોસ ચકાસણીઓ કરવી જરૂરી : સરકાર માન્ય કાકરી છે વીડી પટ્ટાની જયારે ઉપયોગમાં શિણાય પટ્ટાની કાકરીઓ નાખી દેવાઈ, શરતોને કફન ઓઢાડી ગાંધીધામના આ જ સ્થાનિક રાજકારણીએ કુલડીમાં ગોળ ભંગાવી દીધો હોવાની છે ચકચાર

ગાંધીધામ : શિણાય ડેમ કે છે ૧૮ ફુંટ ભરેલો છે તેને ખાલી કરવાના ભુલભરેલા દબાણપૂર્વકના ત્રાગામાં ગાંધીધામના એક સ્થાનિક રાજકારણીની ભારે ટીકા થવા પામી ગઈ છે ત્યારે આ પ્રકારની દાદાગીરી ભુલ ભરેલી તો ન જ હોય તે સમજી શકાય તેમ છે. રાજકારણીનો ખુદનો કયાંક ને કયાંક સ્વાર્થ રહ્યો જ હોય તો જ આવા ત્રાગા કરાવે. તેની વચ્ચે જ જાણકારો દ્વારા ઈશારો કરવામા આવી રહ્યો છે કે, ભચાઉથી શિણાય સુધીની કેનાલોના કામોની જો તપાસ કરવામા આવે તો તેમાં પણ લોટ પાણીને લાકડાનો તાલ કરાયો છ ેઅને તે બાબતનો રેલો પણ આ જ રાજકારણી ભણી ફંટાઈ શકે છે.આ અંગે જાણકારોની વાત માનીએ તો ટપ્પર ડેમથી શિણાય અને શિણાયથી મોખા સુધીના જે કામો ધમધમી રહ્યા છે તેમાં પણ ઠેર ઠેર રો મટીરીયલ્સથી લઈ અને કામની અંદર જાણે કે લોટપાણીને લાકડાનો જ તાલ કરવામા આવ્યો હોવાની રાવ ઉઠવા પામી રહી છે. કહેવાય છે કે, અહી ટેન્ડરની જોગવાઈઓ ચકાસવી જરૂરી છે અને તે જ અનુસાર કામ થાય છે કે કેમ? તેનુ ક્રોસ વેરીફીકશેન કરવુ જોઈએ. આ રૂટમાં કેટલા બ્રજ આવે છે, કેટલુ માટીકામ થયુ? કેટલુ મેટલ-સ્ટીલ ઉપયોગમા લેવાયુ અને કાંકરી કયાની છે? સરકાર દ્વારા વીડી પટ્ટાની કાકરી જ માન્ય ગણવામા આવે છે પરંતુ અહી શિણાયની જ કાંકરીઓ નાખવામા આવી હોવાનુ કહેવાય છે. નર્મદા નિગમના અધિકારીઓની પણ ચુપકીદી સામે અહી સવાલો ઉભા થવા પામી રહ્યા છે. કહેવાય છે કે, સ્થાનિકના આ બની બેઠેલા રાજકારણી દ્વારા પ્રેસર મુકવામા આવી રહ્યુ હોવાથી નર્મદા નિગમના જવાબદારો પણ આવા કામો પેટે આંખ આડા કાન કરી રહ્યા છે. ડામર રોડ બને કે નવા પેવરબ્લોકના કામો થાય તેમા કાંકરી વીડી વીસ્તારની જ માન્ય રાખવામા આવતી હોય છે તો પછી અહી શિણાય પટ્ટામાથી કાંકરીઓ ઉપાડીને વાપરવાનો અર્થ શુ છે?