પ્રજાકીય કલ્યાણકારી યોજનાની ફલશ્રુતિ અંગેની પરિકલ્પનાને યુવા મોરચાએ સાર્થક કરી છે : પ્રશાંત કોરાટ

મોટા અંગિયામાં વિશ્વ પર્યાવરણ દિને ખોબા જેવડા ગામમાં ૧૧ હજાર વૃક્ષ વાવેતરના સંકલ્પ લેવાયાના : રોપા, માસ્ક, સેનેટાઈઝર વિતરણ થયા : પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ, ધારાસભ્યે ગામના વિકાસના કામો માટે અન્ય ગ્રામ પંચાયત પ્રેરણા  લે તેવું આહ્‌વાન કર્યું : વાંઢાયમાં ઉમિયા માતાના દર્શન કર્યા : માંડવી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને રાશન કીટનું વિતરણ કરાયું

ભુજ : ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષપદે પ્રશાંતભાઈ કોરાટ આરૂઢ થયા બાદ સૌ પ્રથમ વખત તેમણે ગઈકાલે કચ્છની મુલાકાત લીધી હતી. શ્રી કોરાટની કચ્છ યાત્રા સંપૂર્ણપણે સેવાકીય કાર્યોના આયોજનોથી રંગાયેલી રહી હતી. મોદી સરકારને સફળતાપૂર્વક સાત વર્ષે પૂર્ણ થયા હોઈ ‘સેવા હી સંગઠન’ કાર્યક્રમ અંતર્ગત તેમજ પર્યાવરણ દિન નિમિતે પણ બહુવિધ કાર્યક્રમોમાં તેમણે હાજરી આપીને યુવા ટીમનો ઉત્સાહ વધાર્યો હતો.

ભુજ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ શ્રી કોરાટે વાંઢાય ઉમિયા માતાજી મંદિર ખાતે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને પાટીદાર સમાજના અગ્રણીઓને મળીને કચ્છમાં ચાલતી પાટીદાર સમાજની સામાજિક પ્રવૃત્તિઓ વિશેની માહિતી મેળવી હતી. જ્યાં નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ જયસુખભાઇ પટેલ, આગેવાનો બાબુભાઈ ચોપડા, દિલીપભાઈ નરસીંઘાણી, શાંતિલાલ ભાવાણી, પ્રકાશભાઈ ચૌહાણ, કાંતિલાલ માવાણી સહિતના આગેવાનોએ તેમને સત્કાર્યા હતા.

ત્યારબાદ વિશ્વ પર્યાવરણ દિને પ્રગતિશીલ મોટા અંગિયા ગામે પંચાયતના ઉપક્રમે વૃક્ષારોપણ, માસ્ક, સેનેટાઈઝશરનું વિતરણ કરતા પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ ડૉ. પ્રશાંત કોરાટે કહ્યું હતું કે, મોટા અંગીયા ગ્રામ પંચાયતનું પ્રકૃતિ ક્ષેત્રે મોટંું યોગદાન રહ્યું છે. ગામના સર્વાંગી વિકાસના પાયામાં પ્રાકૃતિક સંપદાનું મોટું પ્રદાન છે. પર્યાવરણીય સંપદા સ્વચ્છ – સ્વસ્થ હશે, ટકાઉ હશે તો જ વિકાસ શક્ય બનશે. ગામના યુવા સરપંચ ઈકબાલ ઘાંચીની પીઠ થાબડા તેમણે કહ્યું હતું કે, શિક્ષિત યુવાનોના હાથમાં ગામનો સુકાન હશે તપો ગામડાઓ વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરશે. ગામની કોમી એકતાને બિરદાવતા કહ્યું કે, સર્વ જ્ઞાતિ સમૂહલગ્નમાં ૧૪ર નવયુગલા નાના ગામમાં એકમંડપ નીચે નિકાહ  અને વિવાહ કરે તે નવા ભરત તરફ આગેકૂચ છે. રમત-ગમત હોય કે મહિલા સશક્તિ વર્ષ કે પછી ઘાસચારાનું વાવેતર કે કરાટેની તાલીમ કે કોરોના ક્ષેત્ર આગોતરા પગલાં તમામ વિકાસ કામો આંખને ઠારે તેવા હોય છે.

ધારાસભ્ય પી.એમ. જાડેજાએ કહ્યું કે, રાજાશાહીના આ ગામે યુવા ઉર્જાવાન સરપંચના નેજા હેઠળ વિકાસની હરણફાળ ભરી છે.  વૃક્ષના વાવેતર પછી તેના જતન કરવા પણ અપીલ કરી હતી. આ ટાંકણે જિ.પં. પ્રમુખ પારૂલબેન કારા, જિ.પં.ના નયનાબેન પટેલ, તા.પં. પ્રમુખ જયસુખભાઈ પટેલ, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ રાહુલભાઈ ગોર, દિલીપભાઈ નરસીંગાણી, દિનેશ નાથાણી, સંધ્યાબેન પલણ, મહેન્દ્રસિંહ સોઢા, અનિરૂદ્ધ દવે, પ્રફુલસિંહ જાડેજા, ધવલ આચાર્ય, હિતેશ પાંચાણી, હર્ષ પટેલ, ચંદનસિંહ રાઠોડ, જીતેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઈ પલણ, હિરેન ભટ્ટ, ધર્મેક કેશરાણી, પાર્થ ગોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વાંઢાય અને નખત્રાણા પી.એમ. જાડેજા ધારાસભ્યના કાર્યાલયે તેમનું ભવ્ય સન્માન થયું હતું. સ્વાગત પ્રવચનમાં સરપંચ ઈકબાલભાઈ ઘાંચીએ ગામના વિકાસ કામોથી ગાથાના ગુણગાન ગાયા હતા અને આગામી પ્રોજેક્ટ રજૂ કર્યાે હતો, જેમાં ૧૧ હજાર

વૃક્ષ વાવેતરના સંકલ્પની વાત કરી હતી. ઉપસરપંચ કલા માંડા રબારી, ખીમજીભાઈ ગરવા, નીતાબેન શાહ, હારૂનભાઈ લોહાર, રવિ મારાજ, રાણાભાઈ રબારી, શારદાબેન ગોર, નયનાબેન નાથબાવા, વિજયનાથ, ભારતીબા જાડેજા, મેઘજીભાઈ, દિપકભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન હરિસિંહ રાઠોડે કર્યું હતું. આભારવિધિ વિનયભાઈ ગોરે કરી હતી. કોરોના ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન થયું હતું.

નખત્રાણા ખાતે ધારાસભ્યના કાર્યાલય પાસે પ્રશાંતભાઈ કોરાટના હસ્તે ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું અને સ્થાનિક કાર્યકર્તાઓ સાથે સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં રાજુભાઈ પલણ, સંધ્યાબેન પલણ, હિતેશ પાંચાણી, ધર્મેશ કેસરાણી, હિરેન ભટ્ટ, જીતેન્દ્રસિંહ જાડેજા, લાલજીભાઈ રામાણી, દિનેશભાઈ નાથાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

દિવસાંતે માંડવી શહેર ખાતેના વિવિધ સેવાકીય કાર્યક્રમો પૈકી માંડવી શહેર ભાજપ સંગઠન દ્વારા આયોજીત કાર્યક્રમમાં હાજરી આપી સંગઠનના હોદ્દેદારો અને પક્ષના નગરસેવકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. ત્યાર બાદ યુવા મોરચા દ્વારા આયોજીત બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપીને તેમણે યુવાનોનું મનોબળ વધાર્યું હતું તેમજ બાદમાં સેવા વસ્તીમાં જઈને રાશન કીટનું વિતરણ પણ કર્યું હતું. તેમણે વેક્સિન કેમ્પની પણ મુલાકાત લીધી હતી અને છેલ્લે શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારકની મુલાકાત લઈને આઝાદીની ચળવળમાં કચ્છના

સપૂતની અપ્રતિમ સાહસભરી કામગીરી વિશે માહિતી મેળવીને અભિભૂત થયા હતા. તાલુકા યુવા ભાજપના પ્રમુખ કીર્તિ ગોર અને તેમની ટીમ દ્વારા કોરોનાના દર્દીઓની થતી સેવાને બિરદાવી હતી. આ કપરા સમયે સમયે ભાજપની સરકાર ઓક્સિજન, કોશીશ સેન્ટર રસીકરણ માટે સતત સક્રિય હોવાનું જણાવ્યું હતું.  તેમની સાથે જિલ્લાના મહામંત્રી અનિરૂદ્ધભાઈ દવે, પ્રદેશ યુવા ભાજપ ઉપપ્રમુખ હર્ષભાઈ પટેલ, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ રાહુલભાઈ ગોર, મહામંત્રી પ્રફુલસિંહ જાડેજા, ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ દેવાંગ દવે, તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ સંગાર, તાલુકા પંચાયત પ્રમુખ નિલેશ મહેશ્વરી, જિલ્લા પંચાયત સદસ્ય વિશ્રામ ગઢવી, તા.પં. સદસ્ય શિલ્પાબેન નાથાણી, કેવલ ગઢવી, ચેતનભાઈ કતિરા, ધવલ આચાર્ય, સાત્વિકદાન ગઢવી, તાપસ શાહ, નગરપાલિકા અધ્યક્ષા હેતલબેન સોનેજી, કારોબારી ચેરમેન જીજ્ઞાબેન હોદ્દારવાલા, ઓસમાણ લંગા, કિશોર ગઢવી,  ડાયાભાઈ ગઢવી, ભાવેશ સંગાર, હરદેવસિંહ જાડેજા, હરિઓમ અબોટી, દર્શન ગોસ્વામી, ઉદય સોની, સર્વે ચૂંટાયેલા સદસ્યો, સંગઠનના હોદ્દેદારો, યુવા ભાજપની ટીમ હાજર રહી હતી.

વિવિધ જગ્યાઓ પર પ્રતિભાવ આપતા પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટે જણાવ્યું હતું કે, કચ્છની જનતાએ હમેંશા ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ અને પ્રણાલીમાં પૂર્ણ વિશ્વાસ દાખવ્યો છે અને નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશીભર્યા સુશાસનને અદકેરું સમર્થન પુરું પાડ્યું છે ત્યારે કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચો પણ કોઈ પણ આપત્તિ કે વિકટ પરિસ્થિતિમાં કચ્છ અને કચ્છવાસીઓ સાથે સભાનપણે ઉભો રહે છે. સરકારની કોઈ પણ પ્રજાકીય કલ્યાણકારી યોજનાની ફલશ્રુતિ અંગેની પરિકલ્પનાને કચ્છમાં યુવા મોરચાએ વખતો વખત સાર્થક કરી છે અને સરહદી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં વસતા છેવાડાના લાભાર્થીઓનો સંપર્ક કરીને તેઓને લાભાન્વિત કર્યા છે. કચ્છના યુવા મોરચાની કોઈ સંગઠનાત્મક યાત્રાઓ હોય કે સ્વચ્છતા ઝુંબેશ હોય કે પેજ કમિટીના કાર્ડ વિતરણની ચૂંટણીલક્ષી કામગીરી હોય કચ્છના યુવા મોરચાએ હંમેશા પ્રદેશ કક્ષાએ નવા કીર્તિમાનો સ્થાપીને અનેરી છાપ ઉપસાવી છે. આગામી દિવસોમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપ યુવા મોરચો સરકાર અને જનતા વચ્ચેની મજબૂત ધરી બનીને સંગઠન ક્ષેત્રે નવા આયામો રચશે એવો દ્રઢ નિર્ધાર પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઇ દવે, જિલ્લા ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ રાહુલભાઇ ગોરે પણ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધીને માર્ગદર્શન આપ્યું હતું. વિવિધ કાર્યક્રમોમા ધવલભાઈ આચાર્ય, જિલ્લા ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો કુલદીપસિંહ જાડેજા, તાપસ શાહ, મિત ઠક્કર, ચેતન કતિરા, ભુજ શહેર યુવા મોરચાના દિવ્યરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ ઝાલા, અંકુર ઠક્કર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.