પોલીસે ૧,૪ર,૮૦૦ના ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે છકડો કબ્જે કર્યો

અંજાર પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન

અંજાર : અંજાર પોલીસે શહેરની નગરપાલિકા કચેરી સામે રહેતા શખ્સના અતુલ શક્તિ છકડામાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૪૦૮, કિંમત રૂા.૧,૪ર,૮૦૦ અને છકડાની કિંમત રૂા.પ૦,૦૦૦ એમ કુલ ૧,૯ર,૮૦૦ના મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો. રેડ દરમ્યાન આરોપી નાસી ગયો હતો.પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથાલીયા તથા પૂર્વ કચ્છ એસપી મયૂર પાટીલ અને નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. વાઘેલાની સૂચના અને માર્ગદર્શનથી પીઆઈ એમ. એન. રાણા અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે બાતમીના આધારે અંજાર નગરપાલિકા કચેરી સામે અતુલ શક્તિ છકડા જીજે. ૧ર. એવાય. ૦રર૧ની તપાસ કરતા ઈંગ્લીશ દારૂની પેટીઓ નંગ ૩૪, બોટલો નંગ ૪૦૮ કિંમત રૂા.૧,૪ર,૮૦૦ અને પ૦,૦૦૦નો અતુલ શક્તિ છકડો એમ કુલ ૧,૯ર,૮૦૦નો પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ઈંગ્લીશ શરાબનો જથ્થો પકડ્યો ત્યારે સંજય રામજી ઉર્ફે રામલો ધુવા (રહે. અંજાર) સ્થળ પર મળી આવ્યો ન હતો. આ કામગીરીમાં અંજાર પોલીસ મથકના પીઆઈ એમ.એન. રાણા તેમજ તેમની ટીમએ કામગીરી બજાવી હતી.