પોરબંદરમાં કાર અને સ્કૂટરની ટક્કરમાં ૧ મહિલાનું મોત, ૬ વર્ષીય દીકરીને ગંભીર ઇજા

(જી.એન.એસ)પોરબંદર,પોરબંદર શહેરના એરપોર્ટ નજીકના રોડ પરથી પસાર થતા માં-દીકરીના સ્કૂટરને એક કારે હડફેટમાં લઇ લેતા માતાનું મૃત્યુ થયુ હતુ, જ્યારે ૬ વર્ષીય દીકરીને ગંભીર ઇજાઓ પહોંચવાની દુર્ઘટના ઘટી હતી.??પોરબંદરમાં શિલ્પાબેન રામભાઇ મંડેરા નામના મહિલા પોતાની ૬ વર્ષીય પૂત્રી યસ્વીને સ્કૂટરમાં સાથે બેસાડીને શહેરના એરપોર્ટ સામે આવેલી એન.કે.મહેતા હોસ્પીટલ સામેના રોડ પરથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે અચાનક પૂરપાટ ઝડપે આવતી એક મોટરકારે શિલ્પાબેનના સ્કૂટરને હડફેટે લેતા અકસ્માતમાં સ્કૂટરમાં સવાર શિલ્પાબેનને માથા તથા કપાળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યુ હતુ, જ્યારે તેણી પૂત્રી યસ્વીને બન્ને હાથ-પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બાબતે પોલીસે મોટરકાર નં.- GJ-13-CC-0016 ના અજાણ્યા ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.