પેલેસ્ટાઇનમાં ઇઝરાયલ સાથેના સંઘર્ષમાં ૯ બાળકો સહિત ૨૦ના મોત

(જી.એન.એસ)પેલેસ્ટાઇન,પેલેસ્ટાઇનમાં ઇઝરાયલ સાથેના સંઘર્ષમાં ફરીવાર ભયંકર રક્તપાત થયો છે અને ૯ જેટલા બાળકો સહિત ૨૦ લોકો માયર્‌િ ગયા છે અને સેંકડો ઘાયલ થયા છે. આ લડાઈ ને પગલે અફરા તફરીનો માહોલ થઇ ગયો છે અને ભારે મોટી નુકસાની થઈ છે.સત્તાવાર અહેવાલમાં જણાવ્યા મુજબ ગાઝા પટ્ટીમાં કેટલાક વિસ્ફોટ થયા હતા અને જેમાં મકાનોને નુકસાન થયું છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. આ પહેલા પણ ગોળીબારમાં કેટલાક લોકોના મૃત્યુ થયા હતા. ઈઝરાયલ અને પેલેસ્ટાઈનમાં લોકો વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે.દરમિયાનમાં ઈઝરાયેલની સેના એ એવો આરોપ મૂક્યો છે કે અમારા પર રોકેટ મારો કરવામાં આવ્યો હતો અને તેના જવાબમાં હમાસના કેટલાક સ્થળોને અમે નિશાન બનાવ્યા હતા. જોકે આ હુમલામાં બાળકોનો પણ ભોગ લેવામાં આવ્યો છે.ભયંકર પરિસ્થિતિને અનુલક્ષીને યુનોની સલામતી પરિષદની તાકીદની બેઠક બોલાવવામાં આવી છે અને તેમાં વ્યાપક હિંસા અને અથડામણને અટકાવવા માટે ચર્ચા કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ આ લડાઇનો અંત કરવા માટેનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે.સલામતી પરિષદ દ્વારા આવી શકાય એવી સૂચના આપવામાં આવી છે કે પોતાના પ્રતિભાવમાં ખૂબ જ સંયમ રાખવાની જરૂર છે કારણ કે બાળકોનો ભોગ લેવામાં આવ્યો છે. એવી સૂચના પણ જારી કરવામાં આવી છે કે પવિત્ર ધર્મસ્થાનો પાસે યથાસ્થિતિ જાળવી રાખવામાં આવે. સલામતી પરિષદ ના તમામ સભ્યો દ્વારા હિંસા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને સરકાર આ હિંસા બંધ કરાવવા માટે ભલામણ કરવામાં આવી છે.કેટલાક સમય સુધી શાંતિ રહ્યા બાદ ફરી વાર પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ વચ્ચે રક્તપાત થઈ રહ્યો છે અને સૌથી ગંભીર બાબત એ છે કે હવે બાળકોનો પણ ભોગ લેવામાં આવી રહ્યો છે.