પેકેજિંગ વગરનો લોટ, દાળ કે ચોખા વેચવા પર GST નહીં : નાણાંમંત્રી

0
61

(એજન્સી દ્વારા) નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે કેટલીક જરૂરી અનાજની યાદી ટ્‌વીટ કરી અને તેમાંથી GST હટાવવાની માહિતી આપી છે. લિસ્ટને ટ્‌વીટ કરતી વખતે નાણામંત્રીએ લખ્યું છે કે જો આ ખાધ પદાર્થો ખુલ્લામાં વેચવામાં આવશે તો તેના પર કોઈપણ પ્રકારનો GST વસૂલવામાં આવશે નહીંનાણામંત્રી દ્વારા ટ્‌વીટ કરવામાં આવેલી યાદીમાં દાળ, ઘઉં, ચોખા, ઓટ્‌સ, મકાઇ, ચોખા, લોટ, સોજી, ચણાનો લોટ, મઢી અને લસ્સી જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.નાણામંત્રીએ તેમના ટ્‌વીટમાં એમ પણ કહ્યું છે કે જો આ વસ્તુઓને પેકિંગ કે લેબલિંગ વગર વેચવામાં આવે તો તેના પર કોઇપણ પ્રકારનો જીએસટી લાગશે નહીં. જો આ વસ્તુઓને લેબલ સાથે વેચવામાં આવશે તો
પાંચ ટકાના દરે GST વસૂલવામાં આવશે.તેની સાથે જ નાણામંત્રીએ એમ પણ કહ્યું છે કે ખાધ ચીજવસ્તુઓ પર GST લાદવાનો નિર્ણય કોઈ એક વ્યક્તિ દ્વારા લેવામાં આવ્યો નથી પરંતુ સમગ્ર GST કાઉન્સિલે સંયુક્ત પ્રક્રિયા હાથ ધરી છે. તેમણે એ પણ નિર્દેશ કર્યો છે કે GST કાઉન્સિલની બેઠક દરમિયાન બિન-ભાજપ શાસિત રાજ્યો
પંજાબ, છત્તીસગઢ, રાજસ્થાન, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ,