પૂર્વ કચ્છ પોલીસને બની બેઠેલ ખાખીના ભ્રષ્ટ વહીવટદાર જાદુગરથી મુકત કરાવશો? કે, પછી કુલડીમાં જ ગોળ ભંગાશે?

0
302

  • સ્ટેટ વિજિલન્સે કોલસા ચોરી ૫રદરોડો પાડીને ઘણું બધુ ઉઘાડું પાડી દીધું..!

ર કરોડના કોલસા પકડાતી વેળાએ કચ્છ બોર્ડર રેન્જના વડાશ્રી મણી આશભર્યા મીટ : આઈજીશ્રી ધોક્કો પછાડી જાણશે કે, પછી ખાખીનો ભ્રષ્ટ જાદુગર રાબેતા મુજબ જ પહેરાવી દેશે ઉલ્ટા ચશ્મા?

આ બનાવમાં ધંધાવાળાથી સેકસનનો મોટો દલ્લો લઈ જશે ખાખીનોભ્રષ્ટ જાદુગર અને મરો થશે લોકલ પોલીસ સ્ટેશન વાળાઓનો..! લોકલ પોલીસવાળાને આવું કેટલા દીવસ સહન કરવાનું છે હજુય..!

બે કરોડના કોલસા કૌભાંડનો પર્દાફાશ થયો, તે પહેલા કંડલા-ભટીંડા પાઈપલાઈન તેલચોરીનું આચરાયું હતુ કારસ્તાન, વિનોદ સીંધી-આસુ અગ્રવાલના રાજસ્થાનથી આવતા દારૂના સંગ્રહ માટે પણ સુઈ ગામ આસપાસ બનાવાયો છે ગોડાઉન, સાંતલપુર-બનાસકાંઠા વિસ્તારમાં ધંધાવાળાઓને બધી જ સવગડ પૂર્વ કચ્છમા આઠ-આઠ વર્ષથી પડયો પાથર્યો બની બેઠલ ખાખીનો ભ્રષ્ટ વહીવટદાર જ કરાવી આપતો હોવાનો છે સિનારીયો

ગાંધીધામ : તાજેતરમાં જ બનાસકાંઠાના પાટણ-સાંતલપુર વિસ્તારમાંથી બે કરોડના વિદેશી કોલસા અને તેની સાથેનો મુદામાલ સ્ટેટ વિજિલન્સની ટુકડીએ પકડયો છે. પછી પણ કચ્છ બોર્ડર રેન્જ તરફથી કોઈ પગલા લેવાશે કે નહી? તેને લઈને પણ અટકળો તેજ બની જવા પામી રહી છે. તેના પાછળનું કારણ એ જ છે કે, સાંતલપુરમાં આવા ધંધાઓ પૂર્વ કચ્છમાં બની બેઠેલ ખાખીના ભ્રષ્ટ વહીવટ જાદુગરના ઈસારે જ ધમધમી રહ્યા છે અને આ શખ્સ કચ્છ બોર્ડર રેન્જના ઉચ્ચ અધિકારીને રાબેતામુજબ જ ઉલ્ટાચશ્મા જ પહેરાવી દેશે. કારણ કે, અગાઉ કંડલા-ભટીંડા પાઈપલાઈન સાથે ચેડા થયા, આખેઆખી વીશાળ સુરંગ અને ટનલ બનાવીને આ પાઈપલાઈનમાંથી ચોરી કરાતી હતી, તેનો પર્દાફાશ પણ થયો પરંતુ તે વખતે પણ કચ્છ બોર્ડર રેન્જમાં જ આવતા આ વિસ્તારમાં આટલા મોટા પાઈપલાઈન તેલચોરીના કૌભાંડનો ખુલાસો થયા બાદ પણ હજુ સુધી તેમાં ખાખીના જ ભ્રષ્ટ જવાબદારોની સામે લાલઆંખ ભર્યા કડક પગલા લેવાયા હોય તેવુ જણાતું નથી. અને તેથી જ આ બે કરેાડના કોલસાકૌભાંડમાં પણ કોઈનો વાળ પણ વાંકો ન થાય તો નવી નવાઈ નહી કહેવાય.! રાબેતામુજબ કુલડીમાં ગોળ ભંગાઈ જશે. અને એટલે જ પૂર્વ કચ્છમાં પણ આવા બધા જ ધંધાઓ ધમધમતા રહ્યા હતા. અગાઉના ડીએસપીશ્રી પાટીલ જયારે હતા ત્યારે આ ભ્રષ્ટ ખાખીના વહીવટદાર જાદુગર અને મયુર પાટીલની સાંઠગાંઠ જ હતી અને તેથી જ અહી ખુલ્લેઆમ ચોરીઓ થતી હતી. આ પોર્ટ પર આવતી વસ્તુઓની ચોરીમાં તો એટલી હદે બધાય ફાટી નીકળ્યા હતા કે, ભોગગ્રસ્તો વેપારીઓએ બૂમબરાડા કર્યા, આવેદનોઆપ્યા, બાદ સરકાર જાગી અને કડક આદેશો આપી સીઆઈડી ક્રાઈમને તપાસ સોપતા તેમા આ ભ્રષ્ટ વહીવટદાર દારોના નામો પણ ખુલ્યા અને તે જ પ્રકરણમાં ડીએસપી શ્રી પાટીલની બદલી પણ થવા પામી ગઈ છે. નવા ડીએસપીશ્રી બગડીયા પૂર્વમાં આવતા વેંત જ લાલઆંખ કરતા પૂૃવમાં દારૂ, કોલસો, અન્ય ચોરીઓ સહિતના ગેરકાયદેસર અનેક ધંધાઓનો સંકેલો જ થઈ જવા પામ્યો અને ધંધાવાળાઓને આ ખાખીનો બની બેઠેલ વહીવટદારે બધાયને બનાસકાંઠામાં સગવડો કરાવી આપીહતી. કહેવાય છે કે, હાલમાં ગુજરાતના સૌથી મોટા કુખ્યાત બુટલેગરો પૈકીના એક એવા વિનેાદ સીંધી અને આસુ અગ્રવાલના દારૂ પણ સુઈગામની નજીકમાં રાજસ્થાન સરહદે ગોડાઉન બનાવી ને કચ્છ-સૌરાષ્ટ્રને માલપુરો પાડી રહ્યા હોવાનુ ચર્ચાય છે. તેમ છતા તેઓ પકડાતા નથી. તેની પાછળ પણ આ ભ્રષ્ટ ખાખીના જાદુગરની જ રહેમનજર જ કારણભુત છે. હાલમાં આ બધાયધંધાઓ બનાસકાંઠા તરફ ડાયવર્ક કરવા અને સેટ કરી આપવા પાછળ પણ ખાખીના આ ભ્રષ્ટ જાદુગરની વહીવટદારની મંડળી જ કામ કરી રહી છે. છતાં પણ ઉપરી અધિકારીઓ શા માટે સતત ઉલ્ટા ચશ્મા પહેરી રહ્યા છે. આ ભ્રષ્ટ મંડળીને તેમનુ સ્થાન કેમ દેખાડી દેવામાં નથી આવતુ? તેની પાછળનું રહસ્ય શું છે? ગુજરાતના સારામાં સારા અધિકારીમાં જેમની ગણના થાય છે તેઓ પણ ભ્રષ્ટ વહીવટદારની સામે કાર્યવાહી કરવા બાબતે મૌન સેવી બેઠા છે? તેના પાછળનું રહસ્ય શું? એવી તો કઈ નબળાઈ આ ખાખીનો ભ્રષ્ટ વહીવટદાર જાણી ગયો છે? પ્રજાજન અને કચ્છની પ્રમાણિક પોલીસને આ બની બેઠેલા ભ્રષ્ટ વહીવટદારની ચુંગાલમાથી મુકત કરાવો, આઠ આઠ વર્ષથી બધાયના લોહી ચુસણા જ કરી રહ્યો છે.