પૂર્વ કચ્છમાં ૧૮૮ કર્મચારીઓની સામૂહિક બદલી

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં પોલીસ વડા દ્વારા જિલ્લામાં ફરજ બજાવતા કર્મચારીઓની સામૂહિક બદલી કરવામાં આવી હતી. પોલીસવડા મયૂર પાટીલ દ્વારા હેડ કોન્સ્ટેબલ, કોસ્ટેબલ, એએસઆઈ સહિત કુલ ૧૮૮ કર્મીઓની અસર પરસ બદલી કરવામાં આવી હતી. જેમાં છેલ્લા લાંબા સમયથી એક જ પોલીસ મથકે ફરજ બજાવતા હોય તેવા તથા જેમનો જે તે સ્થળે સમયગાળો પૂર્ણ થઈ ગયો તે સહિતનાની વહિવટી કારણોસર પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલીના આદેશો જારી કર્યા હતા.