પૂર્વ કચ્છમાં લીલાશા કોવિદ કેર એટલે આદર્શ કોરોના હોસ્પિ.નો ઉત્તમ દાખલો

ગાંધીધામ-કંડલા સંંકુલના સાચા શુભચિંતકો-તંત્ર-મેડીકલ-પેરામેડીકલ સ્ટાફ-સામાજિક સંસ્થા-વેપારીઆ-સફાઈકામદાર-નગરપાલિકાની ટીમ-લીલાશા કુટીયાના સર્વે ટ્રસ્ટીગણશ્રીઓની સંયુકત કોરોના સેવાને સો.સો..સલામ..!

સામાજિક-પ્રશાસનિક સહિયારી મહેનત રંગ લાવી રહી છે : ૧પ જ દિવસમાં ૧પ૦થી વધુ જેટલા કોવિદ પેસન્ટને હસતા મોઢે કર્યા ડીસ્ચાર્ઝ : સંતોની-તપોભૂમિ લીલાશા કોવિદ કેર પ્રત્યે ન માત્ર પૂર્વ કચ્છ બલ્કે કચ્છ આખાયમાથી વધી રહ્યો છે વિશ્વાસ : કોરોનાના સરકારના પ્રોટોકોલ હાઈઝૈનીક વાતાવરણ, ચોખ્ખુ ખાવા-પીવાનુ અને સર્વશ્રેષ્ઠ સાફસફાઈ લીલાશા કોવિદ કેરને બનાવી રહ્યુ છે દર્દીઓની પ્રથમ પસંદગીનું કારણ

લીલાશા કોવિદ કેરની આશીર્વાદરૂપ સેવા જોઈને ખાનગી હોસ્પિ.તરફ જતા દર્દીઓ પણ આવવા લાગ્યા છે લીલાશા કોવિદ કેરમાં : અહીં કોરોનાની લોકભાગીદારી યુક્ત સારવારથી અંજારના ડે.કલેકટર શ્રી જોષીને પણ થયો સંતોષ

ગાંધીધામ : કોરોનાની મહામારીમાં પૂર્વ કચ્છના સંક્રમિત દર્દીઓને માટે ઘરઆંગણે જ મેઘપર બોરીચી વિસ્તારમાં આવેલ સંત અને તપોભૂમિ એવી લીલાશા કુટિયા કોવિદ કેર આખાય કચ્છને માટે કોરોના હોસ્પિટલમાં સરકાર-તંત્ર અને લોકભાગીદારીતાનુ શ્રેષ્ઠ ઉદાવહરણ બનવા પામી રહ્યુ હોવાનો વર્તારો અહી આ સેવા શરૂ થયાના પખવાડીયા બાદ વર્તારો દર્શાવવા પામી રહ્યો છે.ગાંધીધામ-કંડલા સંકુલના ખરા શુભચિંતકો, સરકારીતંત્ર, મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ, સામાજીક સંસ્થા, વેપારી મંડળના અગ્રણી વેપારીઓ, સફાઈકામદાર, ઈલેકટ્રીશીયન, પ્લમ્બર, નર્સીગ સ્ટાફ તથા શહેરની નગરપાલીકાની ટીમ સહિતનાઓ દ્વારા સહિયારી રીતે જ જાણે કે અહી એક પ્રકારનો સ્વયં ભુ સેવાયજ્ઞ જ શરૂ કરી દીધો હોય તેવી રીતે જેવુ જેનુ કામ, તેવી યથાશકિત સેવા અને જવાબદારીઓ દરેક વિના સંકોચે ઉઠાવી લીધી છે અને ખુદના જીવના જોખમે પણ કોરોનાના આ કેર સેન્ટરમાં રાત-દિવસ ખડેપગે સૌ કોઈ સેવા બજાવી રહ્યા છે અને તેના પગલે જ આ સંતોની ભૂમિમાં આવતા દર્દીઓ પર દેવભુમીના પુરેપુરા આર્શીવાદ બરકરાર હોય તેવી રીતે આ સેન્ટર શરૂ થયાના પખવાડીયા સુધીમાં અંદાજિત ૧પ૦થી વધુ જેટલા દર્દીઓને અહીથી હસ્તા મોઢે સુચારૂ સારવાર મેળવી સ્વસ્થ થતા ડીસ્ચાર્જ આપવામાં આવ્યો છે.લીલાશા કુટીયા દેવભુમિ શકિત તથા સહિયારી ટીમના સાચી નીતી સાથેના સેવભાવનાનો આ જ પરચો કહી શકાય તેમ છે. આ ઉપરાંત અહી જે રીતે ચોખ્ખાઈ તમામ તબક્કે કોરોનાની ગાઈડલાઈન અનુસાર જ રાખવામા આવી રહી છે તેને જોતા પણ લીલાશા કુટીયા કેર આજે ન માત્ર પૂર્વ કચ્છ બલ્કે આખાય કચ્છમાં કોરોનાના દર્દીઓને માટે આકર્ષણનુ કેન્દ્ર અને પ્રથમ પસંદગી બની જવા પામી ગઈ હોય તેમ અહી દાખલ થવા માટે ઠેર-ઠેરથી જિલ્લાવ્યાપી ફોનના મારા ચાલુ થઈ ગયા હોવાનુ સમિતીના સ્વયં સેવકો દ્વારા જણાવાઈ રહ્યુ છે. કોવિદકેરમાં સક્રીય સેવાભાવી સંસ્થાની સમિતના સભ્યો દ્વારા અહી સહકાર આપનારા તમામનો હૃદયભાવ-ઋણાનુભાવ વ્યકત કરવામા આવી રહ્યો છે. અને આ તમામના સાથ સહકારથી જ લીલાશા કોવિદ કેરમાં દર્દીઓની સારવાર વધુ સુલભ થઈ શકતી હોવાનુ પણ જણાવાયું છે.

નગરપાલીકાની ટીમ-સફાઈ માટે પણ ખડેપગે છે સેવારત
ગાંધીધામ : લીલાશા કુટીયા પરિસરમાં બાયોમેડકીલ વેસ્ટ સિવાયની સફાઈનુ કામ ગાંધીધામ નગરપાલીકાની સફાઈ કામદારોની ટીમ કરણભાઈ ધુરાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ખડેપગે સેવા કરી રહ્યા છે. નગરપાલિકાના ચીફ ઓફીસર ખુદ આ બાબતે અંગત રસ લઈ રહ્યા છે.

  • શાબાશ છે..આ સેવાભાવી ટીમની અગમચેતીને..!

ઓકિસજનની ખપતને પહોંચી વડવા લીલાશા કોવિદ કેરમાં વધુ એક ડગ

ઓકિસજનના સિલિન્ડર બાદ, ઓકિસજન જનરેટ યુનિટ બાદ હદે કન્સોલીડેટર ઓકિસજનની વ્યવસ્થાઓ માટે દાતાઓ આવ્યા આગળ : તંત્રની મદદ વચ્ચે કરકસરપૂર્વક ઓકિસજનની સ્વબળે થતી વ્યવસ્થાઓ દર્દીઓ માટે નીવડશે કારગત

ગાંધીધામ : લીલાશા કોવિદ કેરમા સામુહીક ટીમ સેવા કરી રહી છે તેઓની અગમચેતીને શાબાશી આપવી જ પડે. હાલમાં સૌથી વધારે જરૂરીયાત પ્રાણવાયુની બની રહી છે. ત્યારે તંત્ર અહી લીલાશા કેરને જે રીતે મદદરૂપ થઈ રહ્યુ છે તેની સાથોસથા અહી સેવાભાવી લોકો પણ ઓકિસજનની વધુને વધુ વ્યવસ્થાઓ કેમ થાય તે દીશામાં આગોતરી તૈયારીઓ જ આદરી રહ્યા છે. હવે લીલાશા કોવિદ કેરમાં કન્સોલીડેટર ઓકિસજનના મશીનની વ્યવસ્થાઓ શરૂ કરવામા આવી છે અને તેના માટે દાતાઓ પણ તૈયારી દર્શાવી રહ્યા છે. આજે અહી આવા પાંચ મશીનો વસાવી લેવાની તૈયારી થઈ ગઈ છે. ઓકિસજનનુ સ્તર મોટા પ્રમાણમા ઓછુ ન હોય તો આ મશીનથી એસપીઓ ટુ લેવલ ફરીથી સ્થિર કરી શકાય છે. આ મશીન અહી આવી જવાથી રાહતથવા પામી જશે. ઓકિસજનના બાટલાના વિકલ્પરૂપ આ સાધન સેવારૂપ બનશે.

  • તબીબો-નર્સીંગ સ્ટાફને હોલી-ડે વિલેજ રીસોર્ટ ગ્રુપ તરફી બે ટાઈમ ભોજનની ભેટ
    તમામ મેડીકલ-પેરામેડીકલ સ્ટાફને બે સમય નાસ્તાની વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી : આરોગ્યકર્મીઓને આરામ કરવા માટે ગ્રીનરૂમની રાતોરાત કરાઈ સુચારૂ વ્યવસ્થા

ગાંધીધામ : લીલાશા કોવિદ કેરમાં દર્દીઓની સારસંભાળ લઈ રહેલા તબીબો-મેડીકલ સ્ટાફ અને નર્સીંગ સ્ટાફ સહીતનાઓને માટે બે ટાઈમ નાસ્તાની વ્યવસ્થાઓ સામાજિક સેવા દ્વારા કરવામાં આવી રહી છે તો વળી સંકુલના પ્રખ્યાત કેટરર્સ મારફતે અહી સેવા કરી રહેલા તબીબી સ્ટાફને માટે બે ટાઈમ ભોજનની વ્યવસ્થા હોલીડે વિલેજ રીસાર્ટ ગ્રુપના પોદાર પરીવાર તરફથી કરવામાં આવી છે. આ ઉપરાંત રાઉન્ડ ધ કલોક સેવા કરી રહેલા આ તમામ મેડીકલ સ્ટાફને રોટેશનમાં અનુકુળતાએ આરામ કરવાને માટે ગ્રીન રૂમની પણ વ્યવસ્થાઓ કરાઈ છે.

ઓકિસજન કન્સેનટ્રેટર માટે શ્રી બીંદલીસ ૫રિવારે કરી પહેલ
ગાંધીધામ : લીલાશા કુટીયા કેર સેન્ટર ખાતે ઓકિસજન કન્સનટ્રેટર માટે દાતાઓ ધડાધડ આગળ આવી રહ્યા છે. શ્રી આશીષભાઈએ જણાવેલી માહીતી અનુસાર આવા બે મશીનો માટે ટીમ્બરથી સંકળાયેલા વિનોદ બીંદલીશજી પરીવાર તરફથી ૭પ હજારના દાનની જાહેરાત કરી દીધી છે અને હજુય વધુ બે આવા મશીનો માટે દાતાઓ તૈયાર કરવાની પણ હૈયાધારણા આપી છે.

ડોકટર્સ-નર્સીંગ સ્ટાફના નાસ્તા માટે રાજદે પરીવારે બે લાખનું આપ્યુ દાન
ગાંધીધામ : લીલાશા કુટીયામાં સેવારત તબીબો અને નર્સીગ સ્ટાફ પણ તાજા-માજા રહે તેઓને સરકારની સાથોસાથ ટ્રસ્ટ તરફથી પણ આપવામાં આવતા નાસ્તા માટે દાતા તરીકે રતિલાલભાઈ રાજદે પરીવાર, જે આર ગ્રુપ દ્વારા બે લાખથી વધુનો જે ખર્ચ થાય તે ચુકવવા તૈયારી દર્શાવી છે.

સલામ છે ગાંધીધામ સંકુલના ભગવાનભાઈની સેવાને..!
લીલાશા કુટીયામાં ઓકિસજન સિલિન્ડર માટે પાંચ લાખના અનુદાનની કરી જાહેરાત
ગાંધીધામ : લીલાશા કુટીયા કોવિદ કેરમાં દાતાઓએ તબક્કાવાર દાનની સરવાણી વહેવડાવી દીધી છે ત્યારે અહી ઓકિસજનના સિલિન્ડરને માટે સંકુલના ભગવાનભાઈ અયાચીએ પણ નોધનીય અનુદાન પ્રદાન કર્યુ છે. તેઓએ આજ રોજ પાંચ લાખના દાનની ઓકિસજનના સિલિન્ડર માટે રકમ ફાળવી હોવાનુ જણાવાયુ છે. શ્રી સુરેશભાઈ ગુપ્તા, શ્રી જખાભાઈ, શ્રી આશિષભાઈ, શ્રી પંકજભાઈ સહિતનાઓ દ્વારા તમામ -સર્વે નાના-મોટા દાતાઓનો દાનની મદદ બદલ આભાર વ્યકત કરવામા આવ્યો હતો.