પૂર્વ કચ્છના લીલાશા કોવિડ કેરમાં મોર નાચા-કિસને દેખાનો થયો તાલ : સસ્તીપ્રસિદ્ધી ભુખ્યા રાજકારણીના પ્રજાને ઉલ્ટાચશ્મા

આદિપુર-ગાંધીધામથી વાગડ સુધીના દર્દીઓને માટે આર્શીવાદરૂપ સેવાના નામે ત્રાગા ટીકાપાત્ર

કોવિડના ખાલી ખાટલાઓ, તંબુઓ સાથે ફોટા પડાવવાના શોખીન ઝબ્બા લેંગાધારીઓને ટોણો : સુવિધાઓ ઉપલબ્ધ કરાવ્યાના ફોટા ભલે પડાવો અને યશ પણ ભલે ખાટો પણ હકીકતમાં લીલાશા કોવિડ કેરમાં કોરોનાના દર્દીઓને જીવના જોખમે દિવસ-રાત સેવા કરતા સ્ટાફ- સેવકો-વોરિયર્સ સાથે ૨૪ કલાક કોવિડ કેરમાં પણ વિતાવો તો ખરા ?- તેમની સાથે ૫-૮ કલાક કોરોના વોર્ડમાં બેસી તો જુઓ

પ્રથમ પ૦ બાદમાં અન્ય પ૦ એમ ૧૦૦ બેડનું ઓક્સિજનથી સુવિધા સભર કોવિડ કેર ઉભું કરી દેવાશેના બણગાં ફુંકનારા ઝભ્ભાલેંગાધારીઓની વાતોના વેરાતા વટાણા : વાસ્તવિક ચિત્ર અલાયદું જ હોવાની ગંભીર સ્થિતી : ૧૦૦ બેડ ખડા કરી દેવાયા, વધુ ૧૦૦ બેડ ટુંકમા શરૂ કરી દેવાશેના દાવાઓ લીલાશાની જાતમુલાકાત અને નિરીક્ષક કર્યાની સસ્તીપ્રસિદ્ધીયુકત લીંબડ જશ ખાટનારાઓ હવે પ્રજાને મૂર્ખ બનાવવાનું બંધ કરે

હકીકતમાં લીલાશા કોવિડ કેર શરૂ થયાને આજે દસ દિવસથી વધુનો સમય થયો છતા માત્ર પ૧ ઓકસિજન બેડ જ કરી શકાયા છે ઉભા, વેન્ટીલેટર તો એક પણ નથી , એમબીબીએસ ડોકટરની પ૦ ટકાથી વધુ છે ઘટ્ટ, નર્સીંગ સ્ટાફનો છે સદંતર અભાવ..અને ઝભ્ભાલેંગાધારીઓ સબ સલામતની પોકારી રહ્યા છે આલબેલ

લીલાશા કોવિડ કેર માટે સેવાભાવી સંસ્થા તો આગળ આવી અને જરૂરી સાધન સામગ્રી ૫ુરતા કરી દીધા, પણ સરકારે જે સુવિધાઓ કરવાની છે તે તો સરકારે જ કરવી પડે : ડોકટર-નર્સો, સ્ટાફની થઈ રહેલી તકલીફો માટે રાજકારણીઓની જરૂર પડે પણ તેઓ તો ત્યાં ફકત ફોટા પડાવવા આવે છે. જે જરૂરીયાત છે તે પુરતી કરવા માટે સરકારમાં સચોટ ભલામણ કરવી પડે જે અંગે તોે ઠેંગો જ બતાવે છે

ગાંધીધામ : એકતરફ કોરોના કાળો કહેર વર્તાવી રહ્યો છે ત્યારે બીજીતરફ સરકાર આ બીમારીને નાથવાના સક્ષમ પ્રયાસો કરી રહી છે પરંતુ એ જ સરકારના ચુંટાયેલા પદાધિકારીઓ જાણે કે, કોરોનાના કાળમાં પણ સસ્તી પ્રસિદ્ધીના લીંબડજશ ખાટવાની વેતરણમાં જ પડયા હોય તેવી હાલત પૂર્વ કચ્છમાં થતી જોવાઈ રહી છે. વિજયભાઈ રૂપાણી ખુદ કચ્છ દોડી આવી અને આ જિલ્લાને કોરોનાન સારવારમાં કયાય ઓછુ નહી આવવા દેવાની ધરપત ખાત્રી આપી જાય છે તો બીજીતરફ એ જ સરકારના સત્તાપક્ષના પદાધિકારીઓ કોરોનાની મહામારીને ગંભીરતાથી લેવાના બદલે આંકડાકીય માત્ર માયાજાળ ઉભી કરી અને ખુદના લીટ્ટા લાંબા ટુંકા કરવામાં જ રચ્યા પચ્યા હોય તેવો ગંભીર તાલ સામે આવવા પામી રહ્યો છે. પૂર્વ્‌ કચ્છના ઔદ્યોગીક સંકુલના પ્રબુદ્ધવર્ગમાથી ઉઠતી વિગતો અનુસાર કોરોના વકરતા પૂર્વ કચ્છમાં રામબાગ હોસ્પીટલ તો ફુલ થઈ જ જવા પામી છે પરંતુ તે હોસ્પિટલ ફુલ થઈ જવાથી બાકીનાઓને લીલાશા કુટીયા કોવિદ કેરમાં મોકલવાની દીશામાં અહી આખેઆખુ અદ્યતન માળખુ ઉભુ કરી લેવામા આવ્યુ હોવાનુ મોટા ઉપાડે ઝભ્ભાલેંગાધારીઓએ પોતાના ફોટાઓ સાથે દાવાઓ કરીને ઉજાગર કરી દીધુ હતુ. પરંતુ ખાટલે મોટી ખોટ એ જ છે કે, આ રાજકારણીઓ વાસ્તવિકતા અને લોકોની સાચી મદદ કરવાના બદલે સ્વપ્રસિદ્ધીમાં જ વધુ રસ દાખવતા હોય તેવો તાલ થવા પામી રહ્યો છે. રાજકારણીઓએ લીલાશામા ૧૦૦ બેડની હોસ્પિટલ, ઓકસિજન, વેન્ટીલેટર, તબીબ-સ્ટાફ સહિતના પૂર્તી કરી દીધા હોવાના દાવાઓ કર્યા હતા તેના વટાણા વેરાતા રીયાલીટી ચેકમાં સામે આવવા પામી રહ્યુ છે. લીલાશા કુટીયા કોવિદ કેર શરૂ થયાના આજે અંદાજે ૧૦થી વધુ દીવસ બાદ તેના હેલ્પડેસ્ક લાઈન પર ફોન કરીને પુછતા સત્તાવાર તબીબી અધિકારી દ્વારા આપેલ માહીતી જાણે કે રાજકારણીઓના દાવાના ધજાગરા જ ઉડાડતી હોય તેમ લાગી રહ્યુ છે. રાજકારણીઓ પ્રજાજનોને મૂર્ખ બનાવવાનુ છોડે, કોરોના જેવી મહામારીમાં તો રાજકીય લીબડજશ વેળાની વૃતી ત્યજે તેવી તીખી ટકોર પણ પૂર્વ કચ્છ સંકુલમાથી બહાર આવવા પામી રહી છે.

આ રહ્યું વાસ્તવિક આંકડાકીય ચિત્ર :રાજકારણીઓના દાવાઓના ધજાગરા..!
ગાંધીધામ : લીલાશામાં ૧૦૦ બેડ ઓકિસજનના ઉભા કરી દેવાના દાવાઓ ઠોકનારા ઝભ્ભાલેંગાધારીઓને કોક તો સમજાવોે કે, લીલાશામાં ઓકસિજનવાળા માત્ર ૮૦ બેડ જ ઉભા કરી શકવાની છે ક્ષમતા..તેમાં ૧૦૦ આવી કયાંથી ગયા? પ્રથમ ૩૦ બાદમાં ર૧ મળીને હાલ સુધીમાં ઉભા થયા છે માત્ર પ૧ બેડ, ક્ષમતા અનુસાર હજુ ર૯ બેડ ઉભા કરવાના છે બાકી ૩૦ બેડમાં તો ઓકસિજન જ હજુ ફીટ નથી કરી શકાયા : વેન્ટીલેટર ૧ પણ નથી ફાળવાયું. વેન્ટીલેટર માટે સ્પેશ્યાલીસ્ટ ડોકટરની હોય છે જરૂરી તેની પણ પૂર્વ કચ્છમાં નથી કરાઈ શકી ફાળવણી. ૧૦૦ બેડ બીજા ઉભા થઈ રહ્યા છે પણ તે હોલમાં ઉભા કરાશે અને માત્ર આઈસોલેશન સેન્ટરનુ જ કરી શકશે કામ. કારણ કે તેમા રહેશે સાદા બેડ. ૧૦ દિવસ બાદ પણ અહી પ્રથમ વખતની રાજકારણીઓની મુલાકાતના વચનો નથી પાડી શકાયા તો બાકીના ૧૦૦ બેડ કયારે ઉભા કરી શકાશે તે પણ એક યક્ષ સવાલ બની રહ્યો છે.

આ તે કેવું ફુલપ્રુફ કોવિડ કેર સેન્ટર..?ઃ રાજકારણીઓકંઈક તો લાજ શરમ રાખો..! મતદારો આ બધુ નહી ભુલે.!
વેન્ટીલેટરના અભાવે દર્દીઓને ભુજ-સેન્ટ જોસેફમાં કરાય છે રીફર..!
ગાંધીધામ : રામબાગ સિવાય પૂર્વ કચ્છને માટે લીલાશા કોવિદ કેરની અદ્યતન અને ફુલપ્રુફ વ્યવસ્થાઓ કરી દીધી હોવાના દાવાઓ મીટીંગામો તથા આવા સ્થળોએ મુલાકાત લઈને ફોટાઓ પડાવતી વખતે નિવેદન આપનારા રાજકારણીઓને પ્રજાજનો-મતદારો અને પ્રબુદ્ધવર્ગ સીધી જ ટકોર કરી રહ્યો છે અને પુછી રહ્યા છે કે, આ તે વળી કેવું ફુલપ્રુફ કોવિદ કેર કહેવાય.! અહી વેન્ટીલેટર તો છે જ નહી? તેના અભાવે દર્દીને ભુજ જનરલ જી.કે.માં તથા સેંટ જાસેફમાં રીફર કરાયા હોવાનુ લીલાશાના ચોપડે બોલાઈ રહ્યુ છે. તો પછી આ કોવિદ કેર શોભાના ગાઠીયાથી વધીને બીજુ શુ છે?

લીલાશા કુટીયાને કેટલો વિશાળ વિસ્તાર પડે છે લાગુ..!
ગાધીધામ : પૂર્વ કચ્છમાં રામબાગ હોસ્પિટલ અને તે બાદ લીલાશા કુટીયામાં કોવિદની સેવાઓ સરકારી રાહે શરૂ કરવામા આવી છે. રામબાગમાં ૧૬ બેડ છે જે ફુલ છે. અહી ઓકસિજન અને વેન્ટીલેટરની સુવિધાઓ તો છે જ નહી. લીલાશા કુટીયા વિસ્તારની વાત કરીએ તો ગાંધીધામ શહેર-તાલુકો, ભચાઉ શહેર-તાલુકો, અંજારના મેઘપર બોરીચી-કુંભારડી વિસ્તારની ર૦થી રપ સોસાયટીઓ જેની વસ્તી અંદાજે ૩૦ હજાર થવા પામી રહી છે તે તમામ લાગુ પડે છે. આ બધાની વચ્ચે હાલમાં અહી બેઠ માત્ર પ૦ જ ઓકસિજન યુકત બેડ અવેલેેબલ છે.સ્થિતી ખુબ દારૂંણ્ય છે અને રાજકારણીઓ કાગના વાગ પણ નથી બની શકતા અને ફોટાઓ પડાવીને રાજી થગઈ રહ્યા હોવાનો ચિંતાજનક સિનારીયો દર્શાઈ રહ્યો છે.