પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગરની ચાંપતી નજર : હવે સુધરાઈના આ સુકાનીને બચાવે છે કોણ?

0
42

બોર્ડ બેઠક પહેલા જ ૪૧ જેટલા સભ્યોની સહીઝુંબેશથી ગાસા ખાતા પત્તાસા વાળા સુકાનીનું વલણ રહ્યુસહ્યું પણ થઈ ગયું ખુલ્લુ, કેટલી હદે આ સુકાનીએ બધાયને ત્રાસ આપી કરી દીધા છે ત્રાહીમામ ત્રાહીમામ..આટઆટલો ત્રાસ ગુજારનારા સુકાનીને બચાવવા હવે કોણ આવે છે મેદાને? અને આવશે કોઈ તો આ સુકાનીમાં શું જોઈને બચાવવા આગળ આવશે? કારણ કે, ભાગબટાઈમાં તો એક ફદીયોએ કોઈને આપે તેમ નથી, તો બચાવનારો શું જોઈ ગયા છે તેમનામાં કે બચાવવા કુદી પડશે?

ગાંધીધામ નગરપાલિકા પર ’આપ’ રાખી રહ્યુ છે બાજનજર, સહીઝુંબેશના ઘટનાક્રમને ઠારવા જિલ્લાના રણનીતીકારો નહી વિચારે તો વિધાનસભામાં પણ પડશે તેનો પડધો : ૧ કાઉન્સીલરના હાથમાં ર૦૦૦ વોટ હોય છે, આમઆદમી પાર્ટી ર૦ને પણ વંડી ઠેકાવી ગયું તો ગણતરી માંડી લ્યો, રપ હજારથી વધુ મતોનું પડી શકે છે ગાબડુ! : હાલમાં ગાંધીધામમાં આમઆદમી પાર્ટીને મજબુત સ્થાન નથી, પણ આ ડખ્ખાને ઠારવામાં નહી આવે, સુકાની સામે કડકાઈથી કાર્યવાહી નહી થાય તો આમઆદમી પાર્ટીને રપથી ૩૦ હજાર મતો બેઠે બેઠા મળી શકે છે : રાજકીય તજજ્ઞોની લાલબત્તી

આ બગાસા ખાત્તા પત્તાસા પામી ગયેલા સુકાનીને બચાવનાર-મદદ કરનાર પર ૪૧ કાઉન્સીલરોની છે નજર : આ સુકાનીને બચાવવા કોણ મહેનત કરશે? આ સુકાની પક્ષના પ્રાથમિક સભ્ય પણ ન હતા અને સુકાની બનાવી દેવાયા, પતિદેવને નગરપાલીકામાં ચંચુપાત ન કરવા કે સેવા ન દેવાને માટે જિલ્લા પ્રમુખ, મહામંત્રી, પ્રભારી બધાયએ સુચના આપી હોવા છતા જરા પણ દરકાર નહી કરીને રોજ સાંજ પડેને ચેમ્બરમાં એસી ચાલુ કરીને વ્યહવાર કરવા આવી જતા હોવાની છે ચર્ચા, તે પછી પણ તેને કોણ છાવરે છે? અને કેાણ ફોનથી સુચનાઓ આપે છે? અને આ સુકાની ખુદ પણ ગાંધીનગરમાં બધાયને કહી દઈશ તેવી ધમકી પણ આપે છે ..તો તેને મદદ કરનાર છે કોણ?

ખાટલે મોટી ખોટ : પાંચમીની બોર્ડ બેઠકનો એજન્ડા ન.૧પ૮ હવે સુકાનીના ગળાનું બની ગયો છે તરબુચ..? નહી ગળી શકાય કે, નહી બહાર કાઢી શકાય..? જોઈએ, આવામાં થાય છે શુ? : કારણ કે, પાંચમીની બોર્ડ બેઠકમાં એજન્ડા ૧પ૮ રહે છે કે, રદ થાય છે તે પણ જોવુ કસમકસ ભર્યુ..! : કાઉન્સીલરોને અંધારામાં રાખીને એજન્ડા લાવવો હતો તે વાત તો જંગલની આગ જેમ હવે ફેલાઈ ગઈ, બધા જ કાઉન્સીલરો જાગી ગયા છે, સીઈઓની તરફેણમાં લેખિતમાં આપી આવ્યા હોવાથી સુકાનીનો આ છાનો ખેલ તો ખુલ્લો પડી ગયો છે, હવે ૪૧ કાઉન્સીલરોએ સુકાનીના વિરોધમાં સહીઓ કરીહોય અને છતાંય ૧પ૮નો એજન્ડા જો સુકાની લાવે છે તો ખુદ જ લઘુમતીમાં આવી જવાનુ પુરવાર કરી દેશે..!

ગાંધીધામ : પૂર્વ કચ્છની એ કેટેગરીમાં ગણનાપાત્ર ગાંધીધામ નગરપાલિકામાં રાજકીય ભવાઈના ખેલ જયારથી હુ.તુ..રતનીયો અને ફઈનું શાસન આવ્યુ છે ત્યારથી ચાલી જ રહ્યા છે. પ્રજા મરો, મતદારો મરો, વોર્ડવાસીઓ મરો, સરકાર મરો, પક્ષ મરો, કાઉન્સીલરો મરો પણ બસ એકમાત્ર મારૂં જ તરભાણું ભરોમાં બગાસા ખાત્તા પત્તાસાવાળા સુકાની રચ્યા પચ્યા રહ્યાના બળાપા સતત ઠાલવાઈ રહ્યા છે. અને હવે તો આ બની બેઠલ સુકાનીનો અધમ અને ત્રાસ કેટલો વકરી ગયો હશે કે, તેમના વિરૂદ્ધમાં સુધરાઈમાં સહીઝુંબેશ અભિયાન છેડવામાં આવી ગયુ છે અને તેમાં ૪૧ જેટલા સભ્યોએ સહીઓ કરી દીધી હોવાની વાત સપાટી પર આવવા પામી રહી છે. હવે તો આ સુકાની માટે કરો યા મરોની સ્થિતી સર્જાયેલી જોવાઈ રહી છે. ત્યારે આખાય ઘટનાક્રમને જોતા આગામી પાંચમીએ બોર્ડ બેઠક મળનારી છે તેવામાં પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગરની ચાંપતી નજર હવે એ જ વાત પર છે કે, હવે આ બગાસા ખાત્તા પત્તાસાવાળા સુકાનીને બચાવશે કોણ?આટઆટલો ત્રાસ દેનારા સુકાનીની પડખે ઉભો રહે છે કોણ? હવે તો આ સુકાનીને બચાવવા જે કોઈ આગળ આવશે, પડખે ઉભો રહેશે તે આ સુકાનીમાં શું જોઈને ઉભો રહેશે? તેવો પણ એક રમુજપ્રેરક સવાલ થઈ રહ્યો છે? કારણ કે, ભાગબટાઈમાં તો ખોટી કોરી-ફદીયું એ કોઈને આપે તેમ નથી આ સુકાની..તો પછી બચાવનારાઓ એવું તે શુ તેમનામાં જોઈ ગયા છે કે, પડખે ઉભા રહી જશે? ઉપરાંત બધાયને ત્રાસ આપીને ત્રાહીમામ પોકારાવી દેનાર સુકાનીની પડખે હવે જે ઉભો રહેશે તેને પણ મતદારો, કાઉન્સીલરો, વોર્ડવાસીઓ સૌ કોઈ શબક શીખવાડવા તૈયાર જ બેઠા હોવાનુ કહેવાય છે. હવે તો બધાયની માંગ એક છે કે, મનસ્વી નીતી અને ઘરની ધોરાજી તથા ઘરની પેઢી સમજીને નગરપાલીકાને ચલાવનારા એકલ-દોકલને જિલ્લાના પક્ષના આગેવાનો બહારનો રસ્તો દેખાડે.બીજીતરફ રાજકીય તજજ્ઞો એવી પણ લાલબત્તી ધરી રહ્યા છે કે, ગાંધીધામ નગરપાલીકા કે શહેરમાં હાલના સમયે આમઆદમી પાર્ટીને સ્થાન નથી પરંતુ નગરપાલિકામાં પક્ષના જ આંતરીક ઉહાપોહ ભર્યા માહોલને વેળાસર જ સુકાની સામે ધાક બેસાડતી અને નગરસેવકોને સંતોષ આપતી કાર્યવાહી નહી થાય તો આમઆદમી પાર્ટીને તૈયાર માલ મળી જવા પામી શકે તેમ છે. એક કાઉન્સીલરની પાસે ર૦૦૦ મતોની પોકેટ માનો તો પણ ર૦ જેટલા કાઉન્સીલરો પણ જો વંડી ઠેકીને આપમાં જતા રહ્યા તો વિધાનસભાની બેઠકમાં પક્ષને આ વિસ્તારમાં રપ હજારનુ મોટુ ગાબડું સીધેસીધુ પડી શકે તેમ છે. આટલા બધા મતોની તો અહીહાર-જીત પણ નથી હોતી. જો વેળાસર જ અહી સુકાનીની સામે કોઈ કડકાઈભરી કાર્યવાહી નહી થાય તો આપને પ્રવેશ મળી જશે, નગરપાલીકામાં નવા જુની થશે, વિધાનસભા બેઠકમાં પણ મોટો ફટકો પડી શકે તેમ તજજ્ઞો માની રહ્યા છે.