પીએમ ૩ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પાંચ અધિકારીઓ સાથે યોજશે બેઠક

સીએમ રૂપાણી, કૈ કૈલાશનાથ, અનિલ મુકિમ, પંકજકુમાર અને અન્ય બે ઉચ્ચ અધિકારીઓ રહેશે ઉપસ્થિત : ૩૦૦૦ કરોડનું રાજયને નુકસાન થયાનો અંદાજ : પાવર સેકટરને સૌથી વધુ નુકસાન : ખેતીવાડી ક્ષેત્રનું પણ મોટુ ધોવાણ

ગાંધીનગર : વાવાઝોડાના પ્રભાવિત વિસ્તારોની આજ રોજ પીએમ મોદી દ્વારા હવાઈ નિરિક્ષણ કરવામા આવ્યુ છે અને આજ રોજ તેઓ બપોરે ૩ કલાકની આસપાસ અમદાવાદ વિમાનીમથકે ગુજરાતના સીએમ તથા અધિકારીઓ સાથે બેઠક યોજનાર હોવાનુ માલુમ પડયુ છે. અહી અધિકારીઓ પીએમને રાજયમાં થયેલા નુકસાનીના અંદાજીનો પ્રેઝન્ટેશન રજુ કરશે. એક માહીતી અનુસાર ખેતી, પાવર સહિતના સેકટર મળી અને વાવાજોડાથી ગુજરાતને ૩૦૦૦ કરોડનુ નુકસાન થવા પામ્યુ છે. સૌથી વધુ પાવર સેકટર તે બાદ ખેતીવાડી સેકટરનુ નુકસાન થવા પામ્યુ છે. નોધનીય છે કે, આજ રોજ પીએમની બેઠક બાદ ગુજરાતને કેન્દ્ર તરફથી રાહત પેકેજની ભેટ મળી શકે છે. આજે યોજાયેલી બેઠક બાદ સીએમ રાહતપેકેજની જાહેરાત કરી શકે છે.