પીએમ મોદી અને ગૃહમંત્રી શાહે પાઠવ્યો શોકસંદેશ

ભુજ :  કચ્છ રાજ્યના અંતિમ રાજવી મહારાવ પ્રાગમલજી ત્રીજા બાવા સાહેબનું ટૂંકી બીમારી બાદ દુઃખદ નિધન થયું છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ કચ્છ મહારાવ પ્રાગમલજી ત્રીજાના દુઃખદ નિધન પર દુઃખ વ્યક્ત કરી કચ્છી ભાષામાં શોક સંદેશો પાઠવી જણાવ્યું હતું કે, કચ્છ જે મહારાવો શ્રી પ્રાગમલજી (ત્ર્યા) જે મરણથી દુઃખ અનુભવીયાતો, સદ્દગતજી આત્માજી શાંતિ લાય અંતર મનસે અરદાસ્ત કરીયાંતો. દોખ મેં ડુબેલો પરિવાર અને એનીજા ચાહીંધલ મેંડીકે મુંજી સાંત્વના આય. બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહે પણ ટિ્‌વટ કરી પ્રાગમલજી ત્રીજાની આત્માને મા આશાપુરા શાંતિ અર્પે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવું કહ્યું હતું.