ભરૂચ : ઉનાળો પોતાના મધ્યભાગમાં પહોંચી ગયો છે ત્યારે ગુજરાતમાં પાણીની સમસ્યા વધારે વકરી છે. એક તરફ ગુજરાતમાં પાણીની સમસ્યા છે તો બીજી તરફ નર્મદા ડેમની મુખ્ય કેનાલ બંધ કરી સમગ્ર ગુજરાતમાં પાણી બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના અધ્યક્ષ દ્વારા આ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના અધ્યક્ષ મહેશભાઈ વસાવાએ નર્મદા ડેની મુખ્ય કેનાલ બંધ કરી સમગ્ર ગુજરાતમાં પાણી બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. મહેશભાઇ વસાવાએ નર્મદા જિલ્લામાં પાણીના પ્રશ્નોને નિવાસી અધિક કલેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી. નર્મદાના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની મુશ્કેલી દૂર નહીં કરાય તો આગામી ૧૩ તારીખથી આંદોલન કરવામાં આવશે. સાથે સાથે ૧૩ તારીખે નર્મદાની મુખ્ય કેનાલના દરવાજા બંધ કરીને સમગ્ર ગુજરાતમાં જતું પાણી અટકાવી દેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here